Tuesday, January 18, 2022
Homeયોજના : તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે PNBમાં ખોલાવો સુકન્યા સમૃદ્ધિ...
Array

યોજના : તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે PNBમાં ખોલાવો સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ

પંજાબ નેશનલ બેંક તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના લાવી છે. આ યોજના દ્વારા તમે તમારી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકો છો. આ યોજનામાં એક માતા-પિતા અથવા ગાર્ડિયન એક દીકરીના નામ પર માત્ર એક અકાઉન્ટ ખોલાવી શકે છે અને બે અલગ અલગ દીકરીઓના નામ પર મહત્તમ બે અકાઉન્ટ ખોલાવી શકે છે. જાણો તેના સંબંધિત વધુ જાણકારી.

PNBએ ટ્વીટ કરીને જાણકારી આપી
પંજાબ નેશનલ બેંકે આ અકાઉન્ટ વિશે ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોને જાણકારી આપી દીધી છે. PNBએ ટ્વીટ કરીને જણાવ્યું કે, સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ દ્વારા તમે તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. વધુ જાણકારી માટે જુઓઃ

તેમાં મિનિમમ 250 રૂપિયા જમા કરાવવાના હોય છે. તે સિવાય મહત્તમ તમે 1,50,000 રૂપિયા સુધી ડિપોઝિટ કરાવી શકો છો. આ અકાઉન્ટ ખોલાવવાથી તમારી દીકરીના અભ્યાસ અને ભવિષ્યમાં થતા ખર્ચાથી રાહત મળશે.

કેટલું વ્યાજ મળશે
અત્યારે સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટમાં 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે ઈન્કમ ટેક્સ ફી છે.

મેચ્યોરિટી પર 15 લાખથી વધારે મળશે
જો તમે આ સ્કીમમાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો તો વાર્ષિક 36000 રૂપિયા થશે એટલે કે 14 વર્ષ બાદ 7.6 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગના હિસાબથી તમને 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા થશે.

આ અકાઉન્ટ ક્યાં ખોલાવી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત આ અકાઉન્ટને તમે કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બ્રાંચની અધિકૃત શાખામાં ખોલાવી શકો છો.

આ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત અકાઉન્ટ ખોલાવવા માટે તમારે ફોર્મની સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં તમારી દીકરીનું બર્થ સર્ટિફિકેટ પણ જમા કરાવવું પડશે. તે સિવાય બાળકી અને માતા-પિતાનું ઓળખ કાર્ડ (પેન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ) અને તેઓ ક્યાં રહ્યા છે તેનું પ્રમાણપત્ર (પાસપોર્ટ, રાશન કાર્ડ, વીજળી બીલ, ટેલીફોન બીલ, પાણીનું બીલ) જમા કરાવવું પડશે.

જો દર વર્ષે ન્યૂનતમ 250 રૂપિયા જમા નથી કરાવતા તો અકાઉન્ટ બંધ થઈ જશે અને તે વર્ષ માટે જમા રકમ માટે જરૂરી ન્યનત રકમની સાથે 50 રૂપિયા પ્રતિ વર્ષની પેનલ્ટીની સાથે ફરીથી રિવાઈઝ કરવામાં આવી શકે છે. રિએક્ટિવેશન ખાતું ખોલ્યા પછી 15 વર્ષ સુધી થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular