Wednesday, September 22, 2021
Home‘રંગીલા ગર્લ’ ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં જોડાશે, આ સીટ પરથી લડી શકે છે...
Array

‘રંગીલા ગર્લ’ ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં જોડાશે, આ સીટ પરથી લડી શકે છે ચૂંટણી

ચૂંટણી હંમેશા લોકપ્રિય ચહેરાથી જીતાતી હોય છે. આ ચૂંટણીમાં પણ ફિલ્મના સ્ટાર્સ અને ક્રિકેટર્સને મેદાને ઉતારવાની હોડ લાગી છે. ક્રિકેટર ગૌતમ ગંભીર બાદ હવે બોલિવુડ અને ગ્લેમરની દુનિયાનું મોટું નામ મેદાનમાં ઉતરે તેવા સંકેતો મળ્યા છે. કોંગ્રેસ મુંબઈની લોકસભા સીટ પર જલ્દી જ કોઈ ઉમેદવારના નામનું એલાન કરી શકે છે. એ વચ્ચે ખબરો આવી રહી છે કે કોંગ્રેસ મુંબઈ નોર્થથી બોલિવુડની મશહૂર અભિનેત્રી ઉર્મિલા માતોડકરને ચૂંટણી લડાવી શકે છે. પાર્ટીઓ આ વખતેની ચૂંટણીમાં ઘણા સ્ટાર્સ અને ક્રિકેટર્સને મેદાનમાં ઉતારી રહ્યા છે. સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે પાર્ટી તરફથી એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે ઉર્મિલાના નામની ઘોષણા કરવામાં આવશે.

આગામી બે દિવસોમાં ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં જોડાઈ શકે છે

સૂત્રો દ્રારા મળેલી માહિતી પ્રમાણે ઉર્મિલા એક કે બે દિવસોમાં પાર્ટી સાથે જોડાઈ શકે છે. જો કે આ સીટ પરથી બિગબોસ ફેમ શિલ્પા શિંદેએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે આ સીટ પરથી ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. આ સીટ એક સમયે બીજેપીનો ગઢ માનવામાં આવતો હતો. ઉત્તર પ્રદેશના હાલના ગવર્નર રામ નાઈક આ સીટ પરથી ઘણીવાર ચૂંટણી લડી ચૂક્યા છે અને જીતી પણ ચૂક્યા છે. 2004માં આ સીટ પરથી રામ નાઈકે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા ઉતરેલા ફિલ્મ અભિનેતા ગોવિંદાને હરાવ્યા હતા.

ઉત્તર મધ્ય મુંબઈમાં પ્રિયા દત્ત હશે ઉમેદવાર

જો વાત ઉત્તર મધ્ય મુંબઈની કરવામાં આવે તો કોંગ્રેસના દિવંગત નેતા અને અભિનેતા સુનીલ દત્તની દિકરી પ્રિયા દત્ત આ સીટ પરથી ઉતરવાની છે. પ્રિયા દત્ત પોતાના પિતાના નિધન બાદ આ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટણી જીતી ગઈ હતી. 2014 લોકસભા ચૂંટણીમાં બીજેપી નેતા પ્રમોદ મહાજનની દિકરી પૂનમ મહાજન સામે પ્રિયા દત્તને હારનો સામનો કરવો પડ્યો હતો. પણ હવે એક વાર ફરી તે નોર્થ સેન્ટ્રલ મુંબઈથી કોંગ્રેસની ઉમેદવાર બનાવવામાં આવી છે.

તો શું સંજય દત્ત પણ ચૂંટણી લડશે ?

ઉત્તર પ્રદેશમાં ભાજપને ઘેરવા માટે એકઠી થયેલી કોંગ્રેસ પાર્ટી ઈલાહાબાદ સંસદીય સીટ પરથી મોટો દાવ રમી શકે છે. ચર્ચા છે કે ઉત્તર પ્રદેશની ઈલાહાબાદ સીટ પરથી ફરી એક વખત ગ્લેમરસ સ્ટારને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે. હાલમાં પ્રિયા દત્તના ભાઈ સંજય દત્તને આ સીટ પરથી ઉમેદવાર બનાવવાના સંકેતો મળી રહ્યા છે. સંજય દત્તનો ઈલાહાબાદથી જૂનો નાતો છે. પ્રિયંકા ગાંધીએ આ માટે પ્રિયા દત્ત સાથે મુલાકાત કરી હતી અને તેમને મેદાને ઉતારવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments