Tuesday, September 28, 2021
Homeરજવાડી ચોર : ગીરસોમનાથ એલીસીબી એ ઝડપ્યો રીઢો અને અનોખો ચોર...
Array

રજવાડી ચોર : ગીરસોમનાથ એલીસીબી એ ઝડપ્યો રીઢો અને અનોખો ચોર , માત્ર ટારગેટ બનાવતો રજવાડી પેલેસો અને રાજમહેલોને જ

ગીરસોમનાથ એલીસીબી એ ઝડપ્યો રીઢો અને અનોખો ચોર.તે માત્ર ટારગેટ બનાવતો રજવાડી પેલેસો અને રાજમહેલોને જ. એન્ટીક વસ્તુઓ અને સોના ચાંદીનો મોટો ખજાનો જ તેની નજરમાં રહેતા.તો સાતીર ચોર પોલીસ ને ચકમો આપવામાં પણ છે માહીર.
ગીર સોમનાથ એલીસીબી જ્યારે હરસીધ્ધી સોસાયટી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે દીનેશ સોલંકી નામના વ્યક્તિને અટકાવી તેની શંકાના આધારે તલાસી લેતા તેની પાસે થી ચાંદીની પ્લેટ મળી આવી હતી. જે થી ચોરીની શંકાને આધારે તેની આકરી પુછપરછ પોલીસે શરૂ કરી હતી.જેમાં તેણે ગત તા.28-4-2018 ના રોજ ધ્રાંગધ્રાનાં રાજમહેલ સુંદર વિલાસ પેલેસ માંથી રજવાડી ચાંદીની બગી.
માંથી ચાંદીની ચોરીની કબુલાત આપી હતી.બીજા બનાવમાં ગત તા.9-12-18 નાં ગોંડલ સ્ટેટનાં દરબારગઢનાં નવલખા પેલેસમાં રાજાશાહી સમયની અનેક એન્ટીક વસ્તુઓ અને 29 કીલો જેટલી ચાંદીની વસ્તુઓ સહીત 10 લાખથી વધુ કિંમતની ચોરીની જેતે સમયે ધ્રાંગધ્રા તેમજ ગોંડલ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.જેથી ગીર સોમનાથ પોલીસે ત્યાં જાણ કરી છે.ગીર સોમનાથ પોલીસે પકડેલો દીનેશ સોલંકી રીઢો ગુન્હેગાર હોય અગાઉ અન્ય પણ 5 થી વધુ ગુન્હા તેના પર છે. તો પોલીસ જાપ્તા માંથી નાસી જવામાં તે માહીર છે. પોલીસે ભારે સાવચેતીથી તેને ઝડપી અને કાર્યવાહી શરૂ કરી છે.
ગીર સોમનાથની ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલીંગ દરમ્યાન શંકાના આધારે દીનેશ સોલંકીને ઝડપી પુછપરછ કરતાં તેની પાસેથી ચાંદીની પ્લેટ મળી આવી હતી. આકરી પૂછતાછ કરતા તેણે અગાઉ ધ્રાંગઘ્રા સ્ટેટનાં રાજમહેલમાં ચોરી કર્યાની કબુલાત આપી છે. સાથે ગોંડલ સ્ટેટનાં રાજમહેલમાં પણ તેણે ચોરી કર્યાની કબુલાત આપી છે.આથી આગામી દિવસોમાં આ બન્ને પોલીસ સ્ટેશનોને તેનો કબ્જો સોપાશે.સાથે તેણે રાજમહેલોમાં એન્ટીક વસ્તુઓ અને સોના ચાંદીના દાગીનાને જ ટારગેટ કરવાની ટેવ વાળો રીઢો ચોર છે. તો પોલીસ ને ચકમો આપી નાસી જવા ની ટેવ વાળો પણ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments