રણદીપ હુડ્ડાના દાદીનું 97 વર્ષની ઉંમરમાં નિધન, એક્ટરે અંતિમ દિવસોની તસવીરો શૅર કરી

0
28

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાના દાદીનું 97 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ છેલ્લાં કેટલાંય સમયથી બીમાર હતાં. સોમવારે (27 મે) રણદીપ હુડ્ડાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દાદી સાથેની તસવીરો શૅર કરીને આ દુઃખદ સમાચાર શૅર કર્યાં હતાં.

રણદીપે હરિયાણવી ભાષામાં આપ્યા સમાચાર
રણદીપે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં હરિયાણવી ભાષામાં કેપ્શન આપ્યું હતું, ‘મ્હારી દાદી ચલ બસી, 97 વર્ષ, સદા પ્યાર ઔર હોસલા દેતી રહી. ભગવાન ઉસકી આત્મા નૈ શાંતિ દે.’ હરિયાણવી સિવાય રણદીપે અંગ્રેજીમાં પણ આ પોસ્ટ લખી હતી.

https://www.instagram.com/p/Bx9SujVBSZt/?utm_source=ig_embed

રણદીપ દાદીની નિકટ હતો
રણદીપ તથા તેની દાદીની તસવીરો જોઈને લાગે છે કે તે દાદીની ઘણી જ નિકટ હતો. રણદીપે દાદી સાથે પસાર કરેલી કેટલીક ક્ષણોની તથા દાદીની છેલ્લી તસવીરો પણ શૅર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here