રણબીર કપૂરની બહેન રિદ્ધિમા અને માતા નીતુ કપૂરે દીપિકા પાદુકોણને બ્રેસલેટ ગિફ્ટ કર્યું

0
82

બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણ રવિવારે ન્યૂ યોર્કમાં એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરના પેરેન્ટ્સને મળી હતી. ઋષિ કપૂર ગયા વર્ષથી ન્યૂ યોર્કમાં તેની કેન્સરની ટ્રીટમેન્ટ માટે છે. નીતુ કપૂરે દીપિકા સાથેનો ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. દીપિકાની વિઝીટ બાદ રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની અને માતા નીતુ કપૂરે તેને એક ગિફ્ટ આપી હતી. તેઓએ દીપિકાને ગુડ લક બ્રેસલેટ ગિફ્ટ કર્યું હતું જે રિદ્ધિમા કપૂરે ડિઝાઇન કરેલું હતું. દીપિકાએ આ બ્રેસલેટનો ફોટો તેની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરીને લખ્યું હતું, ‘બ્લેસિંગ્સ અને ગુડ વિશિશ.’

દીપિકાએ જે હાથનાં સિમ્બોલ વાળું બ્રેસલેટ પહેર્યું છે તેને ‘Hamsa’ હેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેને ભગવાનના હાથ તરીકે ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ હાથનો સિમ્બોલ તેના માલિકને આનંદ, ભાગ્ય અને તંદુરસ્તી બક્ષે છે. લોકો આ ‘Hamsa’ હેન્ડને ‘hamesh, hamsa, chamsa, અને khamsa’ તરીકે પણ ઓળખે છે.

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની જ્વેલરી ડિઝાઈનર છે. તે ‘આર જ્વેલરી’ની ક્રિએટિવ હેડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here