રણવીરે પૂછ્યુ ‘કઇ રીતે બનાશે ટૉપ પતિ?, કરિનાએ આપ્યો આવો કંઇક જવાબ

0
34

કરિના કપૂર ખાન આ સમયે ફિલ્મોમાં કામ કરવાની સાથે એક રેડિયો શોને પણ હોસ્ટ કરી રહી છે જ્યાં સેલિબ્રેટીઝના જુદા-જુદા મુદ્દાઓ પર વાત કરે છે અને કરિના તેમને રસપ્રદ જવાબો આપે છે. આમ તો કરિના આ સમયે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’ની શૂટિંગ કરી રહી છે જેમાં તેની ઑપોઝિટમાં અક્ષય કુમાર જોવા મળશે.આ વચ્ચે રણવીર સિંહે તેને એક રસપ્રદ સવાલ પૂછ્યો છે.

રણવીરે એક વીડિયોની મદદથી કરિનાને કોન્ટેક્ટ કર્યો અને તેમને કહ્યુ કે, કરિનાએ પોતાના શો પર કેમ ના બોલાવ્યો. આ પછી તેણે કરિનાને એક ખાસ સવાલ કરતા કહ્યુ કે, દીપિકા સાથે હાલમાં નવા-નવા લગ્ન થયા છે કેવી રીતે એક ટૉપ પતિ બની શકાય?

કરિનાએ આ સવાલનો જવાબ આપતા કહ્યુ કે, ”રણવીરને આવી કોઇપણ ટિપ્સની જરૂર નથી કારણ કે બધા જાણે છે કે દીપિકાને કેટલો પ્રેમ કરે છે અને આ કપલની કેમેસ્ટ્રી બધા લોકો ખૂબ જ પસંદ કરે છે અને તેમને સાથે જોઇને ખુશ થાય છે.”

જોકે કરિનાએ આ મામલામાં રણવીરને એક ખાસ ટિપ્સ આપતા કહ્યુ કે, ”પતિ-પત્નીએ સારા સંબંધો રાખવા માટે એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે, આમ કરવાથી જિંદગીમાં તમામ બાબતો સામાન્ય થઇ જાય છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here