Monday, October 25, 2021
Homeરણવીર સિંહે પત્ની દીપિકાનું નાનપણ બતાવ્યું, કાન લુકમાં બેબી ફિલ્ટર લગાવ્યું
Array

રણવીર સિંહે પત્ની દીપિકાનું નાનપણ બતાવ્યું, કાન લુકમાં બેબી ફિલ્ટર લગાવ્યું

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહે પત્ની દીપિકાની એક તસવીર શૅર કરી હતી. જેમાં રણવીરે સ્નેપ ચેટના બેબી ફેસ ફિચરથી દીપિકાને બાળક બનાવી હતી. જે ફોટો સાથે રણવીરે આ એક્સપરિમન્ટ કર્યું છે, તે દીપિકાનો કાન લુક છે. રણવીરે આ તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી.

https://www.instagram.com/p/Bxyjiu3hDn3/?utm_source=ig_embed

રણવીર પહેલાં પણ વખાણ કરી ચૂક્યો છે
દીપિકાનો બીજો રેડ કાર્પેટ લુક ચાહકોને ખાસ પસંદ આવ્યો નહોતો. દીપિકાને લુકને લઈ ટ્રોલ પણ કરવામાં આવી હતી. જોકે, તેના પતિ રણવીરને આ લુક ઘણો જ પસંદ આવ્યો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામમાં પત્નીના લુકના વખાણ કર્યાં હતાં.

https://www.instagram.com/p/Bxkdl6jAJdZ/?utm_source=ig_embed

દીપિકાનો લુક આવો હતો
દીપિકાએ કાન ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે ડિઝાઈનર Giambattista Valliનું ગ્રીન ગાઉન પહેર્યું હતું. માથા પર પિંક સ્કાર્ફ બાંધ્યો હતો. આ ડ્રેસ સાથે સ્મોકી આઈ મેકઅપ તથા મિડલ પાર્ટેડ બન સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો.

લોકોએ ટ્રોલ કરી હતી
દીપિકાના લુકને સોશિયલ મીડિયામાં ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. એક યુઝરે લખ્યું હતું, ડ્રેસ તો ઘણો જ ડ્રેમેટિક છે તો હેડપીસની જરૂર શું હતી? તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે મેટ ગાલામાં નોર્મલ કપડાં પહેર્યાં અને કાનમાં આ લુકમાં.. તો એક યુઝરે તો દીપિકાને કાચી કેરી જ કહી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments