Tuesday, September 28, 2021
Homeરણવીર સિંહે મ્યુઝિક રેકોર્ડ લેબલની સ્થાપના કરી, દેશનાં ટેલેન્ટને ગ્લોબલ પ્લેટફોર્મ પર...
Array

રણવીર સિંહે મ્યુઝિક રેકોર્ડ લેબલની સ્થાપના કરી, દેશનાં ટેલેન્ટને ગ્લોબલ પ્લેટફોર્મ પર લાવશે

બોલિવૂડ ડેસ્ક: ‘ગલી બોય’ ફિલ્મમાં રણવીરે હિપ-હોપ મ્યુઝિક અને રેપ સોન્ગ માટે ઘણું કામ કર્યું. રણવીરે તેના મ્યુઝિક પ્રત્યેના લગાવને એક નવો આકાર આપ્યો છે. તેણે ફિલ્મમેકર નવઝાર ઈરાની અને ડીજે ચિતા સાથે મળીને ‘IncInk’ મ્યુઝિક રેકોર્ડ લેબલની સ્થાપના કરી. આ લેબલ મારફતે તે દેશનાં ટેલેન્ટેડ મ્યુઝિક આર્ટિસ્ટને એક ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડશે. રણવીરે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે મેં ઘણી રાહ જોઈ છે અને આ માટે હું ખૂબ જ પેશનટ છું. આ લેબલ આર્ટિસ્ટ દ્વારા જ બન્યું છે અને આર્ટિસ્ટ માટે જ છે. જે ભારતમાં વસતા ટેલેન્ટેડ આર્ટિસ્ટને શોધશે, તેને માર્ગદર્શન આપશે અને પ્રમોટ કરશે.

દેશનો અવાજ
રણવીરે જણાવ્યું કે, ‘અમે શરૂઆતમાં એકદમ રો (raw) અને ટેલેન્ટેડ નવા રેપ અને હિપ-હોપ આર્ટિસ્ટને લોન્ચ કરી રહ્યા છીએ. આ કલાકારો ભવિષ્યનાં સુપરસ્ટાર્સ હશે. ભારતીય સંગીતમાં હાલ રેપ અને હિપ-હોપનું ચલણ સૌથી વધુ છે. આ દેશનો અવાજ છે જે દેહની ગલીઓમાંથી આવી રહ્યો છે જેને હવે તમે નજરઅંદાજ કરી શકો નહીં. હિન્દુસ્તાની રેપ/ હિપ-હોપ આપણા દેશની સ્ટોરી અને હકીકત છે. અમે IncInkમાં હાલની પેઢીના આવા જ સાચા કવિઓને બહાર લાવવા ઇચ્છિએ છીએ.’ અનુષ્કા મનચંદા ઉર્ફે ‘નુક (Nuka)’ અને શિખર મનચંદા ઉર્ફે ‘રખીશ (RAKHIS)’ આ કંપનીમાં મ્યુઝિક હેડ તરીકે સામેલ છે.

ફર્સ્ટ સોન્ગ
રણવીરના આ મ્યુઝિક લેબલનું ફર્સ્ટ સોન્ગ ‘ઝહર (Zeher)’ છે. આ સોન્ગથી રણવીર કામ ભારી (Kaam Bhaari), સ્લોચિતા (SlowCheeta) અને સ્પીટફાયર (Spitfire)ને લોન્ચ કરી રહ્યો છે. રણવીરે જણાવ્યું કે હું આ ત્રણેયના મ્યુઝિકનો બહુ મોટો ચાહક છું. કામ ભારીએ આ સોન્ગ ‘ઝહર’ ગાયું છે.

https://www.instagram.com/p/Bvlhzs_h8ZB/?utm_source=ig_embed

રિસ્પોન્સ
રણવીર સિંહે તેના આ નવા વેન્ચરની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. તેની આ પોસ્ટ પર દીપિકા પાદુકોણ। આલિયા ભટ્ટ, અર્જુન કપૂર સહિત ઘણા સેલેબ્સે કમેન્ટ કરી તેના વખાણ કર્યા છે. દીપિકાએ જણાવ્યું કે, ‘તને નથી ખબર મને તારા પર કેટલો ગર્વ છે.’ જ્યારે આલિયાએ લખ્યું હતું, ‘તુતુ, આ એપિક છે.’ રણવીર અને આલિયાને ઝોયા અખ્તરે ‘લુલુ’ અને ‘તુતુ’ નામ આપ્યા છે

https://www.instagram.com/p/Bvk1g8ZhPFZ/?utm_source=ig_embed

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments