રણવીર સિંહ પણ આમિર-શાહરુખ-સલમાનના માર્ગે, ફિલ્મોમાં ફી ઉપરાંત નફામાં પણ ભાગ લેશે

0
137

બોલિવૂડ ડેસ્ક: રણવીર સિંહનું ભાગ્ય હાલમાં બુલંદી પર છે. બોક્સઓફિસ પર તેની ફિલ્મોએ ઘણા રેકોર્ડ બ્રેક કરી દીધા છે. પાછલા વર્ષની શરૂઆતમાં જ એમની ફિલ્મ ‘પદ્માવત’ એ જબરજસ્ત કમાણી કરી. વર્ષના અંતમાં ‘સિમ્બા’ને મોટી સફળતા મળી. આ વર્ષે એમની ફિલ્મ ‘ગલીબોય’ એ હાલ સુધીમાં 95.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સાંભળવા મળ્યું છે કે, રણવીર હવે પોતાની આગામી ફિલ્મોમાં પ્રોફિટ શેરિંગ માગશે. આ કોઈ આશ્ચર્યની વાત નથી કે તેની સુપરસ્ટાર ઇમેજને ધ્યાનમાં રાખીને તે ફિલ્મોનું પ્લાનિંગ કરશે. સૂત્રો અનુસાર, રણવીરને કબીર ખાનની ’83’ અને કરણ જોહરની ‘તખ્ત’ બંને માટે પ્રોફિટ શેરિંગ મળશે.

ફિલ્મની સફળતા પછી લેશે પ્રોફિટ 
રણવીર ઈચ્છે છે કે ફિલ્મ પહેલાં સારું પ્રદર્શન કરે એ પછી જ તે પ્રોફિટમાં પોતાનો ભાગ લેશે. પ્રોડ્યુસર્સ માટે આ એક ફાયદાની વાત છે અને તેઓ આ માટે તૈયાર છે.

આ મોટા સ્ટાર્સ લે છે આટલી ફી અને પ્રોફિટ શેરિંગ 
સલમાન ખાન દરેક ફિલ્મ માટે 60 કરોડ ચાર્જ કરે છે. આ સિવાય તે ફિલ્મનો 33-40 ટકા પ્રોફિટ પણ શેર કરે છે. આમિર ખાન આમ તો પોતાની ફિલ્મો માટે 33-40 ટકા પ્રોફિટ શેરિંગ લે છે, પરંતુ પાછલી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ માટે તેણે આ કોન્ટ્રાકટ સાઈન કર્યો ન હતો. શાહરુખ ખાન પોતાની દરેક ફિલ્મ માટે 40 કરોડ લે છે અને ફિલ્મો પ્રોડ્યૂસ પણ કરે છે. અક્ષય કુમાર 80 ટકા સુધીનું પ્રોફિટ શેરિંગ કરે છે. ઋતિક રોશન પોતાની ફિલ્મ માટે 40 કરોડ લે છે અને સાથે પ્રોફિટ શેરિંગ પણ કરે છે. પ્રિયંકા ચોપડા પણ ‘સ્કાઈ ઇઝ પિન્ક’ માટે પ્રોફિટ શેરિંગ કરશે અને કોઈ જ ફી નહીં લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here