રણવીર સિંહ લંડનમાં પોતાની ફિલ્મ પ્રમોટ કરવા સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર અને શેન વોર્નને મળ્યો

0
89

બોલિવૂડ ડેસ્ક: રણવીર સિંહ સહિત ‘83’ ફિલ્મની સ્ટારકાસ્ટ હાલ લંડનમાં ફિલ્મના પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ કરી રહી છે. ઉપરાંત ઇંગ્લેન્ડમાં જ હાલ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પણ ચાલી રહ્યો છે. માટે ક્રિકેટર્સ અને ફિલ્મની સ્ટારકાસ્ટ હાલ એક જ દેશમાં છે. રણવીર સિંહ ત્યાં લંડનમાં જ એક ઇવેન્ટ દરમ્યાન સચિન તેંડુલકર, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સને પણ મળ્યો. રણવીરે સોશિયલ મીડિયા પર તેમની સાથેના ફોટો પણ શેર કર્યા છે. શૂટિંગ દરમ્યાન તેણે ગ્રાઉન્ડ પરનો તેનો અને ‘લિટલ માસ્ટર’ સુનિલ ગાવસ્કર સાથેનો ફોટો શેર કર્યો હતો. જ્યારે ઇવેન્ટ દરમ્યાન તે ભૂતપૂર્વ ક્રિકેટર્સ ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકર, ‘સ્પિન કિંગ’ શેન વોર્ન અને વિવિયન રિચાર્ડ્સને મળ્યો હતો.

https://twitter.com/RanveerOfficial/status/1135260771829477376

ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. ફિલ્મના સ્ટાર્સને ખુદ ક્રિકેટર્સ કપિલ દેવ, મદન લાલ, યશપાલ શર્મા અને બલવિંદર સિંહ સંધુ ટ્રેનિંગ આપી રહ્યા છે.

સ્ટાર કાસ્ટ

કપિલ દેવ – રણવીર સિંહ
બલવિંદર સિંહ – એમી વિર્ક
શ્રીકાંત – જીવા
સૈયદ કિરમાણી – સાહિલ ખટ્ટર
રોજર બિન્ની – નિશાંત દહિયા
સંદીપ પાટીલ – ચિરાગ પાટીલ
સુનિલ ગાવસ્કર – તાહિર રાજ ભસીન
મોહિંદર અમરનાથ – સાકીબ સલીમ
મદન લાલ – હાર્ડી સંધુ
સુનિલ વાલ્સન – આર બદરી
દિલિપ વેંગસરકર- આદિનાથ કોઠારે
યશપાલ શર્મા – જતીન સરના
રવિ શાસ્ત્રી – ધૈર્ય કારવા
ટીમનાં મેનેજર માન સિંહ – પંકજ ત્રિપાઠી

ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here