રમઝાનમાં સેના ઓપરેશન બંધ રાખે- મહેબૂબા; નૌગામમાં ભાજપના નેતાની હત્યા કરી

0
37

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શનિવારે કેન્દ્ર સરકારને રમઝાનમાં સિક્યોરિટી ફોર્સ દ્વારા ચલાવવામાં આવતા સર્ચ ઓપરેશન બંધ કરવાની અપીલ કરી. સાથે જ આતંકીઓને પણ આ પવિત્ર મહિનામાં કોઈ હુમલો ન કરવાની વાત કરી.


જો કે આ અપીલના થોડાં કલાકમાં જ આતંકીઓએ ભાજપ કાર્યકર્તા ગુલ મોહમ્મદ મિરને દક્ષિણ કાશ્મીરના નૌગામમાં ગોળી મારી દીધી હતી. સિક્યોરિટી ફોર્સે વિસ્તારને ઘેરી લીધો છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે રમઝાનમાં સીઝફાયરની જાહેરાત કરી હતી. મહેબૂબાની ઈચ્છા છે કે સરકાર આ વખતે પણ આવી જાહેરાત કરે.

 

મુફ્તીએ આતંકીઓને હુમલો ન કરવાની અપીલ કરી
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, રમઝાન માસ શરૂ થવાનો છે. લોકો દિવસ-રાત દુઆ કરવા માટે મસ્જિદ જતા હોય છે. હું અપીલ કરું છું કે સરકાર ગત વર્ષની જેમ દરોડા અને સર્ચ ઓપરેશન બંધ રાખે. જેનાથી જમ્મુ કાશ્મીરના લોકોને એક માસ સુધી રાહત મળી શકે.
મુફ્તીએ કહ્યું, હું આતંકવાદીઓને અપીલ કરું છું કે રમઝાનનો મહિનો ઈબાદત અને પ્રાર્થનાનો છે. તેઓએ આ માસમાં કોઈ જ હુમલાઓ ન કરવા જોઈએ.
ગત વર્ષે રમઝાન માસમાં સીઝફાયરની જાહેરાત થઈ હતી
ગત વર્ષે કેન્દ્ર સરકારે પીડીપી-ભાજપ ગઠબંધનની રાજ્ય સરકારની માગ પર રમઝાનમાં સીઝફાયરની જાહેરાત કરી હતી. સિક્યોરિટી ફોર્સે આતંકીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન રોકી દીધું હતું. જો કે સુરક્ષાબળ જવાબી કાર્યવાહી માટે સ્વતંત્ર હતા.
રમઝાનમાં સીઝફાયરની જાહેરાત પછી આતંકી હુમલામાં વધારો થયો હતો. 2017ના રમઝાનની તુલનાએ 2018માં 7 ગણો આતંકવાદ વધ્યો હતો. ગત વર્ષે રમઝાનમાં 66 હુમલાઓ થયા હતા જેમાં 17 જવાન શહીદ થયા હતા. તો જવાબી કાર્યવાહીમાં 22 આતંકીઓ ઠાર થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here