Friday, April 19, 2024
Homeરશિયન S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાના નિર્ણય પર અમેરિકાની ભારતને ચેતવણી
Array

રશિયન S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાના નિર્ણય પર અમેરિકાની ભારતને ચેતવણી

- Advertisement -

વોશિંગ્ટનઃ ભારત દ્વારા રશિયાની સૌથી લાંબા અંતરની મિસાઇલ S-400 (મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ) ખરીદવાના નિર્ણય પર હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ચેતવણી આપતા કહ્યું કે, આવું કરવાથી ડિફેન્સ સંબંધો પર ગંભીર અસર પડશે. રશિયાની S-400ને ચીને ગત વર્ષે જ રશિયા પાસેથી ખરીદી હતી. જુલાઇમાં તેની ડિલિવરી પણ કરી દીધી હતી. રશિયા અને ચીનની વચ્ચે વર્ષ 2014માં આ ડિફેન્સ સિસ્ટમ માટે 3 બિલિયન ડોલરમાં ડીલ થઇ હતી. વળી, ભારતે આ સિસ્ટમની ખરીદી માટે રશિયા સાથે ઓક્ટોબર 2018માં 40 હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો.

વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરૂવારે પત્રકારોને જણાવ્યું કે, મોસ્કોથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો નવી દિલ્હીનો નિર્ણય મહત્વપૂર્ણ હતો. અધિકારી એ દ્રષ્ટિકોણથી અસહમત હતા કે, ભારત દ્વારા રશિયાથી એસ-400 ખરીદવાની અસર ત્યાં સુધી નહીં થઇ શકે જ્યાં સુધી તે અમેરિકા પાસેથી પોતાની સૈન્ય ખરીદીને વધારે છે. અધિકારીએ વધુમાં કહ્યું કે, હું અસહમત છું. સીએએટીએ પ્રતિબંધ (Countering America’s Adversaries Through Sanctions Act)ના કારણે S-400 મહત્વપૂર્ણ છે. CAATSA હેઠળ રશિયા પાસેથી હથિયારોની ખરીદી પર અમેરિકન કોંગ્રેસ દ્વારા કેટલાંક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. વળી, અમેરિકન અધિકારીએ કહ્યું કે, ભારત રશિયા પાસે એસ-400 મિસાઇલ ખરીદવા માટે પોતાના નિર્ણય પર આગળ વધ્યું, તો રક્ષા સંબંધો પર ગંભીર અસર પડશે.

શું ભારતે રશિયા રશિયા પાસેથી S-400 ખરીદવાનો નિર્ણય એટલાં માટે કર્યો, કારણ કે અમેરિકા આ પ્રકારના હાર્ડવેરને આપવા તૈયાર નહતું? તેના જવાબમાં અધિકારીએ કહ્યું કે, અમેરિકાનો વધુ એક સંદેશ છે અને બીજો વાતચીત છે. અમારી પાસે એવી સિસ્ટમ છે જે પ્રભાવી છે. અન્ય પ્લેટફોર્મ છે જે વધુ પ્રભાવી છે. અમે એવી રીતોમાં સહયોગ કરવામાં સક્ષમ છીએ, જે અમે પહેલાં કરી શકતા નહતા.

અધિકારીએ કહ્યું કે, હવે અમે એવી રીતોમાં સહયોગ કરવામાં સક્ષમ છીએ, જે પહેલાં ક્યારેય નહોતા કરી શકતા. હવે એવી સમજૂતી સુધી પહોંચી રહ્યા છીએ જે આપણી પાસે પહેલા નહતી, આપણને માત્ર પાંચ વર્ષ પહેલાના વેચાણ પર વિચાર કરવાની અનુમતિ હતી. તેથી અમે વાતચીત યથાવત રાખવા માટે તત્પર છીએ. કારણ કે આ વાસ્તવમાં એક વાતચીત છે. જે હાલ વિકલ્પ બનેલા છે. તેઓ ભવિષ્ય માટે રૂપરેખા સ્થાપિત કરશે અને અમારી પાસે નિશ્ચિત રીતે ભારત સાથે વ્યાપક, સંભવ સૈન્ય સંબંધો માટે મહત્વકાંક્ષાઓ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular