Saturday, February 24, 2024
Homeદેશરશિયાથી ગોવા આવી રહેલા પ્લેનને લઇને સુરક્ષા એલર્ટ જાહેર

રશિયાથી ગોવા આવી રહેલા પ્લેનને લઇને સુરક્ષા એલર્ટ જાહેર

- Advertisement -

રશિયાના મોસ્કોથી ગોવા આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સી એલર્ટ થઇ ગઇ છે. તાત્કાલિક ધોરણે આ ફ્લાઇટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર છે.

વિમાને રશિયાના પેરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગોવા આવવા માટે ઉડાન ભરી હતી. પરંતુ વચ્ચે સુરક્ષા સંબંધિત એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જ્યાર બાદ તાત્કાલિક ધોરણે આ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવી. ફ્લાઈટને ઉઝબેકિસ્તાનમાં લેન્ડિંગ કર્યા બાદ હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular