રશિયાની નજીક બે બોટમાં આગ લાગી, 11નાં મોત; બંને બોટમાં કુલ 15 ભારતીય

0
22

મોસ્કોઃ ક્રિમિયાને રશિયાથી અલગ કરતા સમુદ્રી વિસ્તાર કર્ચમાં બે જહાજોમાં આગ લાગવાથી 11 લોકોનાં મોત થયા છે અને 9 ગુમ થયા છે. રશિયન ડાઇવર્સ તેઓની શોધ કરી રહ્યા છે. બંને જહાજો પર 15 ભારતીય હતા. બંને જહાજો પર તંજાનિયાનો ધ્વજ લાગેલો હતો. એક જહાજમાં લિક્વિવાઇડ નેચરલ ગેસ (LNG) હતું, જ્યારે બીજું ટેન્કર હતું. ગેસ ટ્રાન્સફર વખતે આ દુર્ઘટના બની.

બ્લાસ્ટ બાદ 35 લોકો સમુદ્રમાં કૂદી ગયા

એક બોટમાં 7, બીજાંમાં 8 ભારતીય હતા

રશિયાની ન્યૂઝ એજન્સી તાસનું કહેવું છે કે, એક જહાજ કેન્ડીમાં ચાલક દળના 17 સભ્યો સવાર હતા. જેમાં 9 તુર્કી અને 8 ભારતીય મૂળના લોકો હતા. બીજી બોટ મેસ્ટ્રોમાં 15 ક્રૂ મેમ્બર હતા. જેમાં તુર્કી અને ભારતના 7-7 લોકો હતા. એક ઇન્ટર્ન લીબિયાથી હતો.

બ્લાસ્ટ બાદ બોટમાં આગ

રશિયન ટેલિવિઝન નેટવર્કના હવાલાથી એજન્સીને જણાવ્યું કે, ઇંધણની અદલા-બદલી દરમિયાન જોરથી બ્લાસ્ટ થયો અને આગ બંને જહાજોમાં ફેલાઇ ગઇ. અંદાજિત 35 લોકો પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી ગયા. જેમાંથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, 9 ગુમ છે.

રશિયા-યુક્રેન બંને માટે કર્ચ સ્ટ્રેટ મહત્વનો

રાજકીય રીતે કર્ચ સ્ટ્રેટ રશિયા, યુક્રેન બંને માટે મહત્વપૂર્ણ છે. રશિયાથી ક્રિમિયા જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ થાય છે. રશિયાએ કર્ચ સ્ટ્રેટ પર એક બ્રિજ બનાવ્યો હતો, જેને ગત વર્ષે મે મહિનામાં શરૂ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here