રશિયામાં આજે વિક્ટ્રી-ડે પરેડ / બીજા વિશ્વ યુદ્ધમાં નાઝીઓ સામે જીતની યાદમાં 75મી પરેડ થશે, રશિયા મુલાકાતે ગયેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થશે

0
0
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભારતીય સેનાની ટૂકડી પણ સામેલ થવાની છે. 75 સભ્યોવાળી આ ટૂકડીમાં આર્મી, એરફોર્સ અને નેવીના સૈનિકો સામેલ થશે.
  • ભારતીય સેનાના 75 જવાનોની ટૂકડી પણ સામેલ થશે, રશિયાના 13 હજાર સૈનિક માર્ચ પોસ્ટ કરશે
  • રશિયાના રાષ્ટ્રપતિ માટે આ વર્ષની પરેડ ખૂબ મહત્વની, બંધારણમાં ફેરફાર માટે વોટિંગ થવાનું છે

મોસ્કો. રશિયામાં બુધવારે 75મી વિક્ટ્રી ડે પરેડ થવાની છે. ભારતના સમય પ્રમાણે આ પરેડ બપોરે 12.30 વાગે થવાની છે. તેમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભારતીય સેનાની ટૂકડી પણ સામેલ થવાની છે. 75 સભ્યોવાળી આ ટૂકડીમાં આર્મી, એરફોર્સ અને નેવીના સૈનિકો સામેલ થશે.

તેની આગેવાની સિખ લાઈટ ઈનફેન્ટ્રી રેન્જિમેન્ટના મેજર રેન્કના ઓફિસર કરશે. આ રેન્જિમેન્ટે બીજા વિશ્વ યુદ્ધમાં લડાઈ કરી હતી. આ યુદ્ધમાં લડવા માટે એણે ચાર બેટલ ઓનર અને બે મિલિટ્રી ફોર્સ સહિત ઘણાં વીરતા પુરસ્કરા મેળવ્યા હતા.

પરેડમાં રશિયાના 13 હજાર સૈનિક, આર્મીના 234 વ્હિકલ, મિસાઈલ અને ટેન્કો સાથે માર્ચ પોસ્ટ કરવામાં આવશે. 75 પ્લેન ફ્લાઈ પોસ્ટમાં ભાગ લેશે. ચીન સહિત અન્ય ઘણાં દેશના નેતાઓ પણ આ આયોજનમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. રશિયા દર વર્ષે જર્મનીના નાઝીઓને યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપ્બલિક્સ (USAR)ની જીતની યાદમાં વિક્ટ્રી ડે મનાવે છે.

આ વર્ષે વિક્ટ્રી ડે પરેડમાં મોડું થયું

પહેલાં આ પરેડ 9 મેના રોજ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે લોકડાઉન આવી ગયું. તેથી તે સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરેડનું શિડ્યુલ આગળ વધારવાની જાહેરાત કરી દીધી હતી. રશિયાના પાટનગર મોસ્કોમાં હવે અમુક પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે.

જોકે આ રાહત માત્ર પરેડ માટે આપવામાં આવી છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને લોકોને અપીલ કરી છે કે, લોકો ઘરમાં જ રહે અને ટીવી પર પરેડ જોવે. સેરેમની જોવા માટે બોલાવવામાં આવેલા પૂર્વ સૈનિકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવશે.

પુતિન માટે આ વખતની પરેડ ખાસ છે

આ સપ્તાહે રશિયામાં બંધારણમાં ફેરફાર લાવવા માટે વોટિંગ થવાનું છે. તેનાથી પુતિનનો 2024 પછી પણ સત્તામાં રહેવાની મુશ્કેલી સરળ થઈ જશે. તેથી આ વખતની વિકટ્રી-ડે પરેડ ખૂબ મહત્વની માનવામાં આવે છે.

પુતિન દેશમાં રાષ્ટ્રવાદની ભાવના માટે વિક્ટ્રી ડેને ખૂબ મહત્વ આપી રહ્યા છે. તેમણે 2008માં આ પરેડમાં હથિયારો અને ટેન્કોને સામેલ કરવાની શરૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here