રાંઘણ ગેસના ભાવમાં આજથી વધારો, મોદી સરકારે મહિનાના પ્રથમ દિવસે આપ્યો મોટો ઝટકો

0
21

રોજબરોજની જીવન જરૂરી વસ્તુઓનો ભાવ વધતાની સાથે જ ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. શાકભાજી, ગેસ, પેટ્રોલ-ડીઝલ આ વસ્તુઓ એવી છે જેના ભાવ વધેતો તાત્કાલીક તેની અસર દેખાય છે. સામાન્ય લોકો પર મોંઘવારીનો માર વધારે પડે છે કેમકે તેની અસર વધારે પડતી જોવા મળે છે. ગેસમાં પણ એવું જ છે ભાવ વધારો થતાની સાથે જ બજેટ પર અસર થવા લાગે છે. ઘરેલૂ રાંધણ ગેસની સબસિડી વાળો રસોઈ ગેસ સિલિન્ડરમાં 2.08 રૂપિયા અને સબસિડીવાળા ગેસમાં 42.50 રૂપિયા મોંઘુ થયુ છે.

સિલિન્ડરોની કિંમતમાં વધારા સાથે ત્રણ મહીના પછી કરવામાં આવ્યો હતો.ઈન્ડીયન ઓયલ કોર્પોરેશનને આ જાણકારી આપી છે. કંપનીનું કહેવુ છે કે ઈંધણના ભાવ વધતા તેની બજાર મૂલ્યો પર પણ અસર જોવા મળે છે. આ વધારાને કારણે દિલ્હીમાં 1 માર્ચથી 14.2 કિલોગ્રામની સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 495.61 રૂપિયા થઈ છે જે હાલ 493.53 રૂપિયા છે. તો જેમાં સબસિડી હોય તેની કિમત 701.50 રૂપિયા હશે.

નવા વર્ષે 1 જાન્યુઆરીએ રસોઈ ગેસની કિંમતમાં કાપ મુકાયો હતો

સિલિન્ડરની કિંમતમાં આ વધારો સતત ત્રણ મહીનાના કાપ પછી આપવામાં આવ્યો છે. આ પહેલા નવા વર્ષે 1 જાન્યુઆરીએ રસોઈ ગેસની કિંમતમાં કાપ મુકાયો હતો. ત્યારે આ સબસિડીવાળું LPG સિલિન્ડર 1.46 રૂપિયા સસ્તુ થયુ હતુ. સબસિડી વગરના સિલીન્ડરના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. LPGની સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દરને અનુલક્ષીને LPG સિલિન્ડરના ભાવ નક્કી થાય છે. જેના આધારે સબસિડીમાં પણ દર મહિને ફેરફાર થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો વધે છે ત્યારે સરકાર વધારે સબસિડી આપે છે. જ્યારે કિંમત ઘટે છે ત્યારે સબસિડીમાં કાપ મુકવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here