રાખી સાવંતે માત્ર 50 રૂપિયા માટે અંબાણીના ઘરમાં કર્યું આવું કામ

0
41

મુંબઇ: બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા અભિનેતા અને અભિનેત્રી છે જેના ખાસ કારણોને લીધે બધાની વચ્ચે જગ્યા બનાવી લે છે. એમાંથી એક છે ડ્રામા ક્વીન. એને લોકો ડ્રામા ક્વીન એટલા માટે કહે છે કે કારણ કે એની ચર્ચા જેવી ઓછી થાય છે એવું તરત જ કોઇને કોઇ ડ્રામા શરૂ કરી દે છે, જેના કારણે ચર્ચામાં આવી જાય છે. અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી રાખી સાવંતની.

રાખી સાવંત એક એવી અભિનેત્રી છે જેને દરેક લોકો જાણે છે. એને પોતાની જીભ પર કાબૂ ના રહેવાના કારણે એ ક્યાંય પણ કંઇ પણ બોલી જાય છે.

આજકાલ એની એક માહિતી સોશિયલ મીડિયા પર હડકંપ મચાવી રહી છે. જેને જેટલા લોકોએ જાણી એટલા લોકોએ પ્રતિક્રિયા પણ આપી. અને રાખી સાવંતની એ વાત એના બાળપણ સાથે જોડાયેલી છે.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે રાખી સાવંત હંમેશા પોતાની યૂનિક સ્ટાઇલ અને બોલવાના કારણે ચર્ચાનો વિષય બની રહે છે. પરંતુ અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે રાખી સાવંત જ્યારે 10 વર્ષની હતી ત્યારે એને દેશના સૌથી અમીર પરિવાર એટલે કે અંબાણી પરિવારના ઘરમાં વેટરનું કામ પણ કરવું પડ્યું હતું.

રાખી સાવંત આજે આલીશાન લાઇફ જીવી રહી છે. પરંતુ એનુ બાળપણ ખૂબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે. એની આર્થિક પરિસ્થિતિ બાળપણમાં સારી નહતી અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટચે અંબાણીના ઘરમાં વેટરનું કામ કરતી હતી. વાસ્તવમાં અનિલ અંબાણીના જ્યારે લગ્ન ટીના અંબાણી સાથે થઇ રહ્યા હતા, તો એ સમયે રાખી સાવંત લોકોને ખાવાનું પીરસી રહી હતી.

રાખીને જ્યારે આ માટે પૂછવામાં આવ્યું તો એને જણાવ્યું કે મારે આ કામ પરિવારના દબાણમા આવીને કરવું પડ્યું હતું. કારણ કે મારી ઉપર ખૂબ બોજ હતો અને મારે ઘર પણ ચલાવવાનું હતું. એટલા માટે આ કામ કરવું પડ્યું હતું. જે દિવસે મે વેટરનું કામ કર્યું એ રાતે હું ખૂબ રડી હતી અને એવું પણ જણાવ્યું કે મને આ કામ માટે માત્ર 50 મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here