રાજકુમાર રાવ અને મૌની રોય સ્ટારર ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નું શૂટિંગ પૂરું, 30 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે

0
85

બોલિવૂડ ડેસ્ક: રાજકુમાર રાવ અને મૌની રોય સ્ટારર ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર રેપ અપના ફોટો શેર કર્યા હતા. ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મને નેશનલ એવોર્ડ વિનિંગ ગુજરાતી ડિરેક્ટર મિખિલ મુસળેએ ડિરેક્ટ કરી છે. મિખિલ મુસળેએ ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ ડિરેક્ટ કરી હતી જેના માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ સોશિયલ કોમેડી ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મ આ વર્ષે 30 ઓગસ્ટે રિલીઝ થશે.

શૂટિંગ
આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, મુંબઈ અને ચાઈનામાં થયું છે. આ ફિલ્મ માટે ગુજરાતી ગરબા સોંગ ‘ઓઢણી ઓઢું’ને રિક્રિએટ કરવામાં આવ્યું છે.

View this post on Instagram

Oh what a trippppp! ❤️MADE IN CHINA❤️

A post shared by mon (@imouniroy) on

સ્ટોરી
‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ મહેનતુ ગુજરાતી કપલ ‘રઘુ અને રુકમણી’ની છે. જે ચાઇનમાં પોતાનું નામ રોશન કરવા માટે તૈયાર હોય છે. ફિલ્મમાં રઘુ અમદાવાદનો છોકરો છે જેની સાથે મૌની રોય એટલે કે રુકમણી લગ્ન કરે છે. રુકમણી મુંબઈની હોય છે. ફિલ્મમાં રાજકુમાર અને મૌની રોયની સાથે બોમન ઈરાની પણ લીડ રોલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here