રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન, નરેશ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ જોડાયા

0
40

રાજકોટમાં આવેલા ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખના ખોડલધામની વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન થયું છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. નરેશ પટેલ સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા છે.

આ પદયાત્રા શાપર, ગોંડલ અને વીરપુર થઈ અને કાગવડ ખાતેના ખોડલધામ મંદિરે આવતીકાલે પહોંચશે જ્યાં યાત્રાનું સમાપન થશે. આજે પદયાત્રાનું રાત્રી રોકાણ ગોંડલમાં થશે. જ્યાં રાત્રી ભોજન તેમજ વિશ્રામ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટથી ખોડલધામ મંદિર સુધી 60 કિલોમીટર લાંબી આ પદયાત્રામાં હજારો પાટીદારો જોડાયા છે. ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થતાં આ આયોજન કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here