Tuesday, September 28, 2021
Homeરાજકોટથી મુંબઈ જવા માટે લોકો પાસે હવે રેલમાર્ગ એક જ રસ્તો, 1...
Array

રાજકોટથી મુંબઈ જવા માટે લોકો પાસે હવે રેલમાર્ગ એક જ રસ્તો, 1 એપ્રિલથી હવાઈ મુસાફરી બંધ

રાજકોટ:31 માર્ચ જેટ એરવેઝની મુંબઈ જવા માટેની ફ્લાઈટ છેલ્લી હશે. જેટ એરવેઝ કંપની નાદાર થતા આખા દેશ માં આ કંપનીની તમામ ફ્લાઈટ બંધ થઇ જશે. જેના પગલે આ કંપનીની રાજકોટથી મુંબઈ જતી બન્ને ફ્લાઇટ અને જામનગરથી મુંબઈ જતી એક ફ્લાઇટ ઉડાન નહીં ભરી શકે. સવારે અને રાત્રે રાજકોટથી મુંબઈ જવા માટે જેટ એરવેઝ ની બે ફ્લાઇટ અને જામનગરથી મુંબઈ જવા માટે હાલ એક ફ્લાઈટ ઉપલબ્ધ છે. એક એપ્રિલથી આ તમામ ફ્લાઈટ બંધ થઇ જશે.

સૌરાષ્ટ્રમાંથી રોજના 500 મુસાફરો મુંબઈ જાય છે

આ સાથે સૌરાષ્ટ્રથી મુંબઈ જવા માટે મુસાફરોની હેરાનગતિની શરૂઆત થશે. સૌરાષ્ટ્રમાંથી રોજના 500 મુસાફરો મુંબઈ જાય છે. જેમાંથી મોટાભાગના ઉદ્યોગકારો અને વેપારીઓ હોય છે. આ બધા પાસે હવે રેલમાર્ગ એક જ વિકલ્પ છે. જે એક કલાકમાં પહોંચી શકાતું હતું તે હવે 12 કલાકે પહોંચી શકાશે અને જે કોઈને હવાઈ માર્ગે જવું જ છે તે લોકોને અમદાવાદ સુધી લાંબા થવું પડશે. જેમાં પણ કલાકો બગડશે. સૌથી વધુ અસર વેપારીઓને થશે.રાજકોટ મુંબઈની ફ્લાઈટ બંધ થવાથી સૌરાષ્ટ્રના ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝને નોંધપાત્ર અસર થશે.

અંદાજિત 5 હજારથી વધુ લોકો બેરોજગાર બનશે

મુંબઈથી મોટીસંખ્યામાં યાત્રાળુ દ્વારકા, સોમનાથ દર્શન માટે અને ગીર તેમજ પોરબંદર ફરવા માટે આવે છે. જો મુંબઈની ફ્લાઈટ બંધ થઈ જશે તો યાત્રાળુની સંખ્યા ઘટી જશે. જેની અસર રોજગારી પર પણ પડશે. અંદાજિત 5 હજારથી વધુ લોકો બેરોજગાર બનશે. તો તેની સાથે મેડિકલ ઈમરજન્સીના સમયે એટલી જ મુશ્કેલી પડશે. ફ્લાઈટ રદ થવાથી રાજકોટમાંથી જે કોઈને મુંબઈ જવું હશે તેની પાસે રેલમાર્ગ એક જ રસ્તો હશે. હાલમાં સૌરાષ્ટ્ર મેલ,સૌરાષ્ટ્ર જનતા, દુરંતો એક્સપ્રેસ,પોરબંદર મુંબઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને હમસફર ટ્રેન મુંબઈ જઈ રહી છે.

સમસ્યા અનેક વખતથી સમાધાન એક વાર નહીં

ટ્રાન્સપોર્ટેશન ફ્રીકવન્સીની સરખામણીએ જોવા જોઈએ તો ચીનની સરખામણીએ ભારત હજુ પાછળ છે. ચીનમાં આ પ્રકારની સમસ્યા થાય તો તુરંત જ તેનું નિરાકરણ થઇ જાય છે, જ્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આટલા વરસથી રાજકોટ-મુંબઈ જવા માટે હવાઈ અને રેલવેમાં મુસાફરી માટે પૂરતી સુવિધા મળતી નથી.જેમાં પણ રાજકોટ-જામનગર, મોરબી,પોરબંદર-વેરાવળ વગેરે ઔદ્યોગિક એકમોનું હબ ગણાઈ છે તો પણ આ પરિસ્થિતિ છે.
પાર્થ ગણાત્રા, ઉપપ્રમુખ રાજકોટ ચેમ્બર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments