Tuesday, January 18, 2022
Homeરાજકોટના ધોરાજી ખાતે ઉપવાસ પર ઉતરેલા નગરપતિની અચાનક તબિયત લથડી
Array

રાજકોટના ધોરાજી ખાતે ઉપવાસ પર ઉતરેલા નગરપતિની અચાનક તબિયત લથડી

રાજકોટના ધોરાજી ખાતે ઉપવાસ પર ઉતરેલા નગરપતિની તબિયયત લથડી છે. અને તેમને સારવાર માટે ખસેડાયા છે. ધોરાજીના કોંગ્રેસ શાસિત ધરણા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ડી.એલ. ભાસા ત્રણ દિવસથી અમરણાંત ઉપવાસ પર હતા. અને આજે તેમની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલ ખસેડાતા ધારાસભ્ય લલિત વસોયા, પૂર્વ ધારાસભ્ય સિધાર્થ પરમાર સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર સ્થિતિને ધ્યાને લઇ શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે જે વિવાદ સર્જાયો છે. તેનો સમાધાનકારી રસ્તો નીકળે તેવા પ્રયાસ પણ હાથ ધરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular