રાજકોટના રાજમાર્ગો પર લાગેલા કનૈયા કુમારના બેનર પર કાળી શાહી ફેંકી વિરોધ કરાયો

0
38

રાજકોટ:રાજમાર્ગો પર લાગેલા કનૈયા કુમારના બેનર પર કાળી શાહી લગાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. શહેરનાં કાલાવડ રોડ, કેકેવી હોલ, અંડરબ્રિજ અને સ્વામિનારયણ મંદિર પાસે લગાવેલા બેનરો પર કાળી શાહીથી ચોકડી મારી વિરોધ કરવામાં આવ્યો છે. બેનરો પર શાહી લગાવનાર યુવકે મોઢા પર માસ્ક પહેર્યો હતો અને આ બેનરોને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે આવતી કાલે કનૈયા કુમાર રાજકોટ આવી રહ્યો છે. જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે.

13 ફેબ્રુઆરીએ દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવસિર્ટી (JNU)ના કનૈયાકુમાર, પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ના હાર્દિક પટેલ અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી દ્વારા રાજકોટમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી સંવિધાન રેલીનો પ્રારંભ થશે. આ રેલી સિવિલ હોસ્પિટલ ચોકથી જ્યુબિલી બાગ, સદર બજાર, કિસાનપરા ચોક થઈને બહુમાળી ભવન નજીક આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પહોંચશે અને ત્યાં સભાના સ્વરૂપમાં ફેરવાઈ જશે. આ સભાને કનૈયાકુમાર, હાદિર્ક પટેલ અને જીજ્ઞેશ મેવાણી સંબોધન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here