રાજકોટના રિક્ષા ચાલકે રવિવારે થયેલી 4000ની કમાણી શહીદ પરિવારને આપી દીધી

0
34

જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં દેશના દરેક વ્યક્તિ શહિદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રાજકોટના એક રિક્ષાચાલકે પણ શહિદ પરિવારને આર્થિક મદદ કરી હતી. મહેશ જીતિયા નામના રિક્ષાચાલકે રવિવારના દિવસે થયેલી પોતાની કમાણી જિલ્લા કલેક્ટરને આપી હતી.

મહેશભાઇએ પોતાની રિક્ષામાં શહિદોને સમર્થન કરતું બેનર લગાડ્યું હતુ અને એક દિવસમાં અંદાજિત ચાર હજાર જેટલી રકમ આપી હતી.આ ઘટના પરથી ભારતીય સંસ્કૃતિના દર્શન જરૂર થાય છે કે આફતની ઘડીમાં સૌ કોઇ એકસાથે છે.

આ પહેલા પણ બોલિવુડ સ્ટાર્સથી લઈને સામાન્ય લોકો પણ શહીદ પરિવારને મદદ કરી ચૂક્યા છેે. સરકારની જાહેરાત સિવાય લોકો પણ હોશે હોશે શહીદ પરિવારને મદદ કરી રહ્યા છે. જેથી દેશ શહીદોની હર હંમેશ પડખે હોવાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here