રાજકોટના રેસકોર્સમાં ડિફેન્સ યુથ ફિએસ્ટા, બાળકોએ આર્મી અને બોર્ડરના પ્રોજેક્ટ બનાવ્યા

0
68

રાજકોટ: જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર વર્ષે યૂથ ડિફેન્સ ફિએસ્ટાનું વિવિધ થીમ પર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પ્રથમ વખત આ વર્ષે રાજકોટના રેસકોર્સના મેદાનમાં યુવાનો અને સ્કૂલના વિદ્યાર્થીઓને હવાઇ સેના, જમીન સેના, દરિયાઇ સેના કંઇ રીતે કાર્ય કરે તે જોવા અને જાણવા મળે તે માટે ‘નો યોર ડિફેન્સ ફોર્સ’ થીમ પર આગામી 24થી 27મી ફેબ્રુઆરી સુધી ‘ડિફેન્સ યૂથ ફિએસ્ટા-2019’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલના બાળકોએ આર્મી અને  બોર્ડરના પ્રોજેક્ટ બનાવ્યા છે.

શસ્ત્રોનો લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને પ્રદર્શન

ડિફેન્સ યુથ ફિએસ્ટામાં ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી.ના સહયોગથી વિવિધ પ્રોજેક્ટો દ્વારા મુલાકાતીઓને આર્મી કંઇરીતે કામ કરે છે તે જોવા અને જાણવા મળશે. તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વાઘા બોર્ડર પરેડ રેપ્લિકા, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલમાર્ચ, નેવીની ત્રણેય સૈન્ય પાંખો દ્વારા વિવિધ શસ્ત્રોનો લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને પ્રદર્શન તથા બીએસએફ દ્વારા મોકડ્રીલ અને ભાંગડા જેવા આકર્ષણો પણ અહીં લાવવા આયોજન કરવામાં આવ્યું છે.

આ ડિફેન્સ યૂથ ફિએસ્ટાના આયોજન માટે જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટની જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જયઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાર્ડી વિદ્યાપીઠ તથા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનમાં અભ્યાસ કરતા 5000થી વધુ કે.જી.થી પી.જી. સુધીના વિદ્યાર્થીઓ અને સંસ્થાના અધ્યાપકો દ્વારા છેલ્લા બે મહિનાથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

પ્રદર્શનના મુખ્ય આકર્ષણો

-વાઘા બોર્ડર પરેડ માટે બાળકોને ખાસ તાલીમ અપાઇ
-નાડા બેટ પ્રદર્શન, ઇન્ડિયન નેવી દ્વારા મશાલમાર્ચ, નેવી બેન્ડ, અમર જવાન જ્યોતની પ્રતિકૃતિ, ડિફેન્સ શસ્ત્રો અને
હથિયારોનું પ્રદર્શન, એક્સપર્ટ સેશન
-દેશભક્તિના વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમો, એનસીસી પરેડ
-24મી ફેબ્રુઆરીએ સ્વનિર્ભર શાળાના 25000 વિદ્યાર્થીઓ દ્વારા પરાક્રમ રેલી
-વિવિધ વિષયો પર ક્વિઝ પ્રેઝન્ટેશન અને જુદી-જુદી હરિફાઇનું આયોજન
-નેશનલ ડિફેન્સ કોન્ફરન્સ, સૈન્ય દ્વારા ટેસ્ટ ફાયરિંગનું નિર્દેશન
-વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા 500 જેટલા પ્રોજેક્ટ

દરરોજ ત્રણ વખત આર્મીની તાલીમ

આ પ્રદર્શનમાં દરરોજ ત્રણ વખત અલગ-અલગ વિષયો અને યોગ્યતા મુજબ આર્મીની તાલીમ આપવામાં આવશે. જે યુવાનોમાટે ખાસ આકર્ષણરૂપ બની રહેશે.

ડિફેન્સ યૂથ ફિએસ્ટાના આકર્ષણસમા પ્રોજેક્ટ

અન્ડર ગ્રાઉન્ડ બંકર, રોબોટિક મેડિકલ એડ, ઇમરજન્સી મોકડ્રીલ, લેન્ડ માઇનિંગ એન્ટિ બોમ્બ રોબોટ, સબમરીન એટેક, આર્મી ટ્રેનિંગ, પેરેશૂટ વડે પ્લેનના લેન્ડિંગ, સ્ટીલ્થ એરક્રાફ્ટ સર્ક્યુલર રનવે, શિપ ટુ શોર કનેક્ટર, ઓઇલ કલેક્ટર, સબમરીન ઇન્ટિરિયર, ઓટોનોમસ અન્ડર વોટર વ્હિકલ અને ક્રોસ્ટલ સર્વેલન્સ ડિફેન્સ વેસલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here