Friday, December 3, 2021
Homeરાજકોટના લક્ષ્મીવાડીમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, ત્રણની ધરપકડ
Array

રાજકોટના લક્ષ્મીવાડીમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, ત્રણની ધરપકડ

રાજકોટ: શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલા દેવર્ષિ એપાર્ટમેન્ટમાં બોગસ કોલસેન્ટર ચાલતુ હોવાની જાણ થતા ભક્તિનગર પોલીસે રેડ પાડી હતી. પોલીસે બોગસ કોલ સેન્ટર ચલાવનારા બે વિદ્યાર્થી સહિત ત્રણની ધરપકડ કરી છે.

 

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં અંજીલ રજનીભાઇ ડેડાણીયા, કૌશીક બાવચંદ દાફડા અને રોનક ઉર્ફે બાબા અરવિંદભાઇ સીગડીયાનો સમાવેશ થાય છે. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ સીડી કેસ કંપનીના લોન ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી લોકોના ડેટા મેળવ્યા બાદ ક્રેડિટ સ્કોરની લાલચ આપી અમેરિકન નાગરિકો પાસેથી ઓનલાઇન 57,800ની રકમ ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કરી હતી. તેઓ છેલ્લા બે માસથી કોલ સેન્ટર ચલાવતા હોવાની કબૂલાત આપી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments