રાજકોટના 1189422 મતની આજે ગણતરી, ભાજપ જીતશે તો સરઘસ નહીં કાઢે

0
36

રાજકોટ : લોકસભાની ચૂંટણીની મતગણતરી ગુરુવારે સવારે 8 કલાકથી શરૂ થશે. રાજકોટ બેઠકની ગણણતરી કણકોટ એન્જિ. કોલેજ ખાતે રાખવામાં આવી છે. 1189422 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેની ગણતરી કરવામાં આવશે. ભાજપના મોહન કુંડારિયા અને કોંગ્રેસના લલિત કગથરા સહિત 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊભા છે. લલિતભાઇના મોટાપુત્રનું અકસ્માતમાં અવસાન થતા ભાજપે જો વિજેતા થશે તો વિજય સરઘસ નહીં કાઢવાનો નિર્ણય કર્યો છે. મતગતણરીમાં એકસાથે 14 ઇવીએમ ખૂલશે. જોકે ચૂંટણીપંચના આદેશ મુજબ વિદ્યાનસભા બેઠકવાઇઝ પાંચ પાંચ બૂથની ગણતરી વીવીપેટની સ્લીપ સાથે સરખામણી કરવા આદેશ કરતા ગણતરી મોડે સુધી ચાલશે.

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે ત્યારે અન્ય 8 ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવવામાં સફળ થશે તે શુક્રવાર બપોર સુધીમાં નક્કી થઇ જશે. મતગણતરી માટે જિલ્લા કલેક્ટરે વિશેષ વ્યવસ્થા કરી છે. રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી માટે સ્ટાફને સવારે 6 વાગ્યે એન્ટ્રી આપવામાં આવશે. કલેક્ટર, એડી. કલેક્ટર, ઓબ્ઝર્વર, તમામ ડે. કલેક્ટરો, મામલતદારો અને સ્ટાફ સવારે પહોંચી જશે. મતગણતરી માટે સાત કાઉન્ટિંગ હોલ, એક પોસ્ટલ બેલેટ ગણના સેન્ટર તેમજ કન્ટ્રોલિંગ હોલ તૈયાર રાખવામાં આવ્યા છે. દરેક મતગણતરી સેન્ટરના બેરિકેડ, પીજન બોક્સ ચકાસવામાં આવ્યા હતા. બાદમાં મતગણના માટે રોકાનાર સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરીને આદેશ કરવામાં આવ્યા હતા. કુલ 546 કર્મચારીને મતગણનાની તાલીમ આપવામાં આવી છે.

રાજકોટ લોકસભા બેઠક પર 63.14 ટકા મતદાન થયું હતું. એટલે કે કુલ 18.83 હજારથી વધુ મતોમાંથી 1189422 મત પડ્યા હતા. જેમાં 658894 પુરુષ અને 530526 સ્ત્રી મતદારોએ મત આપ્યો હતો. ચૂંટણીપંચના આદેશ મુજબ વિદ્યાનસભા બેઠક વાઇઝ પાંચ પાંચ બૂથની ગણતરી વીવીપેટની સ્લીપ સાથે સરખામણી કરવા આદેશ કરતા ગણતરી મોડે સુધી ચાલશે. સવારે 8 કલાકે પોસ્ટલ બેલેટ અને ઇવીએમની ગણતરી શરૂ થશે.

સૌથી પહેલા રાજકોટ દક્ષિણની ગણતરી થશે
રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી તમામ સાતેય વિધાનસભાની એક સાથે શરૂ થશે. જેમાં સૌથી ઓછા રાઉન્ડ રાજકોટ દક્ષિણમાં 17 અને સૌથી વધુ રાઉન્ડ રાજકોટ ગ્રામ્યમાં 26 છે. તેથી રાજકોટ દક્ષિણનું પરિણામ સૌથી પહેલા જાહેર થવાની સંભાવના છે. જો કે સૌથી ઓછા મતો જસદણ ક્ષેત્રમાં 1.27 લાખ તો સૌથી વધુ રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં 2.13 લાખ મતો પડ્યા હતા. મત ગણતરીના પૂર્વદિનથી જ પરિણામ અંગેની ઉત્કંઠા અને ધારણાઓ બળવતર બનતા ચર્ચાનું બજાર ગરમાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here