રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ, CCTV

0
14

રાજકોટ: શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બે જૂથના વિદ્યાર્થીઓએ ધોકા, પાઇપ, સ્ટીક અને હોકી વડે મારામારી કરી હતી. એ ડિવીઝન પોલીસ સ્ટેશનને જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસ આવતા જ વિદ્યાર્થીઓ નાસી ગયા હતા. પોલીસે કેમ્પસમાં રહેલી કારમાં તપાસ કરી હતી. તેમજ ઘટના કેમ્પસના સીસીટીવીમાં કેદ થઇ છે. પોલીસે સીસીટીવી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here