- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે. અહીની સિવિલ હોસ્પિટલમાંથી ડુપ્લિકેટ નર્સ ઝડપાઇ છે. પાંચ મહીનાથી આ ડુપ્લીકેટ નર્સ સિવિલ હોસ્પિટલમાં બિંદાસ આંટા ફેરા મારતી હતી. આખરે પાંચ મહીના બાદ સિવિલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટની આંખે ચડી હતી. ભારતી સેજલીયા નામનીઆ નકલી નર્સ પાસેથી સ્ટેથોસ્કોપ, ઇન્જેકશન, જેલી મળી આવી હતી. છેલ્લા પાંચ મહીનાથી આ નકલી નર્સ કેમ સિવિલમાં આંટા મારતી હતી. તેની સાથે અન્ય કોઇની મીલીભગત છે કે નહી તેની પણ તપાસ શરૂ કરાઇ છે.