રાજકોટની સ્કૂલ પ્રવાસ બસ બગોદરા પાસે સળગી, 35 વિદ્યાર્થીનો બચાવ

0
24

રાજકોટની એમએસબી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની પ્રવાસની બસ શુક્રવારે રાત્રે 8 વાગ્યે બગોદરા નજીક અચાનક સળગી ઊઠી હતી. બસમાં રહેલા 35 વિદ્યાર્થીઓનો શિક્ષકોની સતર્કતાથી બચાવ થયો હતો.

રાજકોટ જંકશન રેલવે સ્ટેશનની સામે જ આવેલી એમએસબી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના અંગ્રેજી માધ્યમના ધોરણ-3 અને ધોરણ-4ના વિદ્યાર્થીઓનો મુંબઇ પ્રવાસ યોજાયો હતો. શુક્રવારે સાંજે 5 વાગ્યે ખાનગી ટ્રાવેલ્સની બસમાં 35 વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતનો સ્ટાફ સ્કૂલેથી રવાના થયો હતો. રાત્રે આઠેક વાગ્યે બસ બગોદરાથી પાંચેક કિમી અમદાવાદ તરફ પહોંચી હતી ત્યારે અચાનક જ બસના પાછળના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા.

વિદ્યાર્થીઓ અને સ્ટાફ નીચે ઉતર્યાની એકાદ પળ વીતી હતી ત્યાં જ આગ ફાટી નીકળી હતી અને થોડી જ ક્ષણોમાં બસ ‘ખોખું’ થઇ ગઇ હતી. બસમાં બાળકોનો સામાન સળગી જતાં 8 અને 9 વર્ષની વયના વિદ્યાર્થીઓ બે કલાક સુધી કડકડતી ઠંડીમાં થરથરતા રહેવું પડયું હતું.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બગોદરા નજીક સ્કૂલની પ્રવાસ બસ સળગવાની ઘટનાને ગંભીર ગણાવી આ અંગે તપાસ બાદ જવાબદારો સામે આકરા પગલાંનો તેમણે નિર્દેશ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here