Sunday, November 28, 2021
Homeરાજકોટની સ્ટર્લિંગમાં ઓપરેશન કરાવ્યાનાં એક જ મહિનામાં ફરી કેન્સર!: પરિવારે હોસ્પિટલને નોટિસ...
Array

રાજકોટની સ્ટર્લિંગમાં ઓપરેશન કરાવ્યાનાં એક જ મહિનામાં ફરી કેન્સર!: પરિવારે હોસ્પિટલને નોટિસ ફટકારી જવાબ માગ્યો

રાજકોટ:સ્ટર્લિંગ હોસ્પિટલ દર્દીઓ સાથેના વ્યવહાર અને ગફલતોને કારણે અવારનવાર વિવાદમાં રહે છે. ત્યારે ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. દર્દીને કેન્સરનું ઓપરેશન કર્યા બાદ તે જ જગ્યાએ માત્ર 20 દિવસમાં ફરી કેન્સર થયુ તો તેના રીપોર્ટ છૂપાવી દેવાયો હતો. ત્રણ માસ પછી દર્દીની હાલત એવી થઇ ગઇ છે કે ઓપરેશન કે શેક શક્ય નથી એટલે 35 વર્ષના યુવાનની જીંદગી પર પ્રશ્નાર્થ મૂકાયો છે. જેથી પરિવારે હોસ્પિટલને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.

મા કાર્ડના આધારે ઓપરેશન થયું હતું

અમરેલી રહેતા 35 વર્ષના યુવાન દિનેશભાઈ મહીડાને મોઢાનું કેન્સર હોવાનું નિદાન થતા રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવ્યા હતા. હોસ્પિટલમાં મા કાર્ડના આધારે ઓપરેશન થયું હતું. એક માસ સુધી શેક લેવાયા ત્યાં ફરી ગાંઠ થઇ. ઓપરેશન કરનાર ડો. કૃણાલ માંગલેની બદલી થતા ગાંધીધામ સ્ટર્લિંગે પહોંચ્યા હતા. ત્યાંથી અમદાવાદ રીપોર્ટ માટે મોકલ્યા હતા. રીપોર્ટ આવતા ડો. માંગલેએ ઈન્ફેક્શનનું કહ્યુ હતું. ભરોસો ન થતા રાજકોટની સરકારી કેન્સર હોસ્પિટલમાં રીપોર્ટ બતાવતા તબીબે કેન્સર હોવાનું કહ્યુ હતું.
સર્જરીનો ટૂંકો સમય હોવાથી ઓપરેશન શક્ય નથી
સરકારી હોસ્પિટલના તબિબે જણાવ્યું હતું કે અગાઉની સર્જરીને કારણે આવુ થયું હોવાની શક્યતા છે. તેમજ સર્જરીને ટૂંકો સમય હોવાથી ઓપરેશન શક્ય ન હોવાનું કહ્યુ હતું. હોસ્પિટલે તપાસ કરતા આવુ તો થાય જેવા ઉડાઉ જવાબ અપાયા હતાં. જેથી કંટાળીને વકીલ મારફત નોટિસ ફટકારી કાયદાકીય કાર્યવાહી આરંભી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments