રાજકોટનો ઔદ્યોગિક જમ્પ ત્રણ ગણો એક દશકામાં ઉદ્યોગોની સંખ્યા એક લાખે પહોંચી

0
38

 

રાજકોટ: એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાઇ રહ્યું છે. અહીં સ્ક્રૂથી માંડીને મંગળ યાનના પાર્ટસ બને છે. છેલ્લા એક દશકામાં તો રાજકોટનો ઔદ્યોગિક જમ્પ ત્રણ ગણો થઈ ગયો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 2006 સુધી રાજકોટ શહેર અને જિલ્લામાં માત્ર 32 હજાર ઉદ્યોગો નોંધાયેલા હતા.2018 સુધીમાં નોંધાયેલા ઉદ્યોગો ની સંખ્યા એક લાખથી પણ વધી ગઈ છે. મંદી, નોટબંધી, જીએસટી જેવા પડકારો ઉદ્યોગકારોએ ઝીલી લીધા છે. ગ્લોબલ ઇકોનોમીના રિપોર્ટ મુજબ સૌથી વધુ ઝડપતા શહેરમાં રાજકોટ 7મા ક્રમે છે. જેમાં ઉદ્યોગોનો ફાળો છે. ઈન્ડિયન જનરલ રિસર્ચના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ઉદ્યોગો વધુ આવેલા છે. રાજ્યમાં રાજકોટ ઉદ્યોગોની સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા નંબરે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here