Sunday, November 28, 2021
Homeરાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, દેશ-વિદેશના 100થી વધુ પતંગબાજોએ ભાગ લીધો
Array

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, દેશ-વિદેશના 100થી વધુ પતંગબાજોએ ભાગ લીધો

રાજકોટ: ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને રાજકોટ મનપાએ રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં દેશ વિદેશના 100થી વધુ પતંગબાજો વિવિધ આકારની આકર્ષક અને રંગબેરંગી એવી વિરાટકાય પતંગો ઉડાવી ઉત્સવનો આનંદ મેળવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી જેમ કે, ફ્રાન્સના 4, જર્મનીના 2, હન્ગ્રીના 4, ઇઝરાયેલના 6, ઈટાલીના 5, કેન્યાના 2, કોરિયાના 4, કુએતના 3, લિથુઆનિયાના 7, મલેશિયાના 5, મેક્સિકોના 2 અને ઇન્ડોનેશિયાના 4 એમ કુલ મળીને 48 વિદેશી પતંગબાજો ઉત્સવની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાંથી કેરાલાના 4, પંજાબના 3, રાજસ્થાનના 8, તામિલનાડુના 7, લખનૌના 4, ઉતરાખંડના 5 એમ કુલ મળીને 31 ભારતીય પતંગબાજો આવ્યા છે.

સૌરાષ્ટ્રમાંથી ભૂજ, માંડવી, સુરેન્દ્રનગર, ખંભાળિયા, અમરેલી, આટકોટ અને રાજકોટના કુલ 80 પતંગબાજોએ પતંગોત્સવમાં ભાગ લીધો છે.  આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનાં આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયારી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments