Friday, December 3, 2021
Homeરાજકોટમાં આયુષ્યમાન ભારત અને વાત્સલ્યકાર્ડનો મેગા કેમ્પ, CM ઉપસ્થિત રહ્યા
Array

રાજકોટમાં આયુષ્યમાન ભારત અને વાત્સલ્યકાર્ડનો મેગા કેમ્પ, CM ઉપસ્થિત રહ્યા

રાજકોટ: વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. સવારે ત્રંબા પાસે બ્રહ્માકુમારી આયોજીત સુવર્ણ જયંતી પાવનધામનું ઉદઘાટન કર્યું હતું. બાદમાં રાજકોટની ડીએચ કોલેજમાં મનપા દ્વારા આયોજીત આયુષ્યમાન ભારત અને વાત્સલ્યકાર્ડના મેગા કેમ્પમાં હાજરી આપી હતી. બાદમાં અર્પિત ઇન્ટરનેશનલ સ્કૂલનું લોકાર્પણ કરશે.

મેગા કેમ્પમાં મા વાત્સલ્ય કાર્ડ માટે અંદાજિત 11,500 પરિવારોના ફોર્મ માટેનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ આયુષ્માન કાર્ડ માટે અંદાજિત 2500 પરિવારને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. તેઓનું સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ સ્થળ પર મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના માટેના 20 ડોમ તથા આયુષ્માન કાર્ડ માટેના 8 ડોમ મળી કુલ 28 ડોમની લાભાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. મા વાત્સલ્ય યોજના માટે 175 કિટ રાખવામાં આવી છે. જેમાં 500 વ્યક્તિના સ્ટાફની પણ વ્યવસ્થા કરી છે, તેમજ આયુષ્માન કાર્ડ માટે 120 કિટ રાખવામાં આવેલી છે. જેમાં 150  સ્ટાફ રાખ્યો છે.

આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આયુષ્માન કાર્ડ ભારત દેશની 13,803 ગુજરાતની 2,600 હોસ્પિટલમાં તેમજ રાજકોટ શહેરની 25 હોસ્પિટલમાં આ કાર્ડનો કેશલેસ ઉપયોગ થઈ શકશે. આ યોજનાનું કાર્ડ જુદી જુદી બીમારીઓની વાર્ષિક કુટુંબ દીઠ રૂા.5 લાખ સુધીની 1795 પ્રકારની મેડિકલ સારવાર વિનામૂલ્યે મળશે. મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજનામાં મધ્યમ વર્ગના વાર્ષિક કૌટુંબિક રૂા.3 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિ) તેમજ સિનિયર સિટિઝન માટે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના વાર્ષિક કૌટુંબિક રૂ.6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા માટે તા.15/8/2014થી અમલમાં મુકવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments