Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં કપાયેલા બાળકના માથા કેસમાં નિકોલનો બાળક પણ જીવિત નીકળ્યો
Array

રાજકોટમાં કપાયેલા બાળકના માથા કેસમાં નિકોલનો બાળક પણ જીવિત નીકળ્યો

રાજકોટ: રાજકોટમાં ગત 18 ડિસેમ્બરના રોજ આજીનદીના કાંઠેથી બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ બનાવને 20 દિવસ વિતી ગયા હોવા છતાં તેનું ધડ મળ્યું નથી કે બાળકની ઓળખ થઇ નથી. પોલીસ તાંત્રિક વિધી થઇ હોવાની શંકાને આધારે તપાસ કરી રહી છે. આ પહેલા રાજકોટના એક પરિવારનો બાળક ગુમ થયો હતો તેના પર પોલીસ તપાસ કરી હતી. પરંતુ થોડા દિવસમાં જ તે પરિવારનો બાળક હેમખેમ મળી ગયો હતો. ત્યાર પછી પોલીસને અમદાવાદના નિકોલમાં રહેતા એક પરિવારના ગુમ થયેલા બાળક પર શંકા કરી હતી. જેમાં પણ તે બાળક જીવિત મળી આવતા પોલીસ ફરી નવેસરથી તપાસ રહી છે.

પોલીસે રાજ્યભરમાંથી ગુમ થયેલા બાળકોની યાદીને આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને જે  અમદાવાદના નિકોલ વિસ્તારના ગુમ થયેલ બાળક પર શંકા હતી તે બાળક પણ મળી આવ્યો છે. નિકોલમાંથી ગુમ થયેલો બાળક લાપત્તા બાળક ઉત્તરપ્રદેશથી મળી આવ્યો છે. જેને લઇ પોલીસને 20 દિવસ પછી ફરી નાસીપાસ થવું પડ્યું હતું. ફરી અન્ય દિશા તરફ તપાસ કરવાની કવાયત શરૂ કરી હતી.

20 દિવસ બાદ પણ જ્યાંથી માથુ મળ્યું ત્યાંથી કે આજુબાજુના સ્થળ પરથી હજુ સુધી ધડ મળ્યું નથી. આ મુદ્દે  બાળકની ઓળખની કોઇ પણ બાતમી આપે તેના માટે પોલીસે પચાસ હજાર અને રાજકોટની એસપીજી સંસ્થાએ 1 લાખનું ઇનામ જાહેર પણ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments