રાજકોટમાં કલેક્ટરે બોર્ડેનાં પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી બેસ્ટ ઓફ લક કહ્યું

0
45

રાજકોટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાએ બોર્ડના પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી બેસ્ટ ઓફ લક કહ્યું હતું અને શુભકામના પાઠવી હતી.. મહત્વનું છે કે જિલ્લાના કુલ 357 બિલ્ડિંગના 3368  બ્લોક માં  બેઠક  વ્યવસ્થા  ગોઠવવા માં આવી છે.

357 બિલ્ડિંગનાં 3368 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઇ

રાજકોટ શહેર-જિલ્લામાં ધો.10, ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 95790 પરીક્ષાર્થીઓ નોંધાયા છે અને તેમના માટે 357 બિલ્ડિંગના 3368 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધો.10ની પરીક્ષામાં 57060 પરીક્ષાર્થીઓ નોંધાયા છે અને તેમના માટે 199 બિલ્ડિંગના 1904 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 28410 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેમાં 109 બિલ્ડિંગના 947 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 10320 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને તેમના માટે 49 બિલ્ડિંગના 517 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સેન્સિટિવ કેન્દ્રોમાં વર્ગ-1 અને 2ના અધિકારીઓને જવાબદારી સોંપાઇ
રાજકોટ જિલ્લામાં ધો.10ની પરીક્ષામાં ગોંડલ, દેરડી કુંભાજી અને રૂપાવટી અતિ સંવેદનશીલ કેન્દ્ર અને પડધરી સંવેદનશીલ કેન્દ્ર તથા ધો.12માં ગોંડલ અતિ સંવેદનશીલ અને પડધરી સંવેદનશીલ કેન્દ્ર જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વીંછિયા, ખામટા, વીરપુર, કોટડાસાંગાણી, મોટી પાનેલી તથા રાજકોટને તકેદારી રાખવાના કેન્દ્રો તરીકે જાહેર કરાયા છે. ત્યારે તેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાએ વર્ગ-1 અને 2ના અધિકારીઓને ધ્યાન રાખવાની
જવાબદારી સોંપવામાં આવી છે.
55 ટેબલેટ ફિટ કરવામાં આવ્યાં
મહત્વનું છે કે બે માસ પહેલા રાજકોટ શહેર-જિલ્લાનાં 387 બ્લોકમાં સીસીટીવી કેમેરા ન હતા જેમાંથી 332 બ્લોકમાં સીસીટીવીની સુવિધા ડીઇઓ આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ફિટ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરથી રાજકોટ જિલ્લા માટે 100 ટેબ્લેટ આવ્યા હતાં. જેમાંથી માત્ર 55 ટેબલેટ ફિટ કરવા પડ્યા છે, જ્યારે બાકીના 45 ટેબ્લેટ શિક્ષણ બોર્ડને પરત મોકલી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here