Monday, October 25, 2021
Homeરાજકોટમાં કોલેજમાં બંક મારી યુવક-યુવતીઓ કાફેમાં આવતા, પોલીસે દરોડા પાડ્યા
Array

રાજકોટમાં કોલેજમાં બંક મારી યુવક-યુવતીઓ કાફેમાં આવતા, પોલીસે દરોડા પાડ્યા

રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇસ્ક્રિમ પાર્લર અને કાફેમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આઇસ્ક્રિમ પાર્લર અને કાફેમાં કેબીન બનાવી યુવક-યુવતીઓને બેસાડવામાં આવતા હતા. કોલેજમાંથી બંક મારી કોલેજ સમય દરમિયાન યુવક-યુવતીઓ અહીં આવતા હતા. પોલીસે રંગે હાથ પકડી પાડી આકરૂ વલણ દાખવી સબક શીખવાડી છોડી મુક્યા હતા.

સંચાલકની પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી

રાજકોટના કાલાવડ રોડ પર કોઝી કાફે અને યુનિવર્સિટી રોડ પર સીટ એન્ડ બાઇટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં કોલેજીયન યુવક-યુવતીઓ જોવા મળ્યા હતા. પોલીસે પૂછપરછ કરી આકરૂ વલણ દાખવ્યું હતું. બાદમાં કાફે અને આઇસ્ક્રિમ પાર્લરમાં રાખેલા સીસીટીવી કબ્જે કરી સંચાલકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments