રાજકોટમાં ખોડલધામના ખજાનચી શિયાણીને પીધેલા કોન્સ્ટેબલે માર માર્યો

0
23

રાજકોટઃ શહેરના જલજીત હોલ પાસે ગાડી અથડાવા જેવી નજીવી બાબતે ખોડલધામ ટ્રસ્ટના ખજાનચી ચિરાગ શિયાણીને પોલીસ કોન્સ્ટેબલે માર માર્યાની ઘટના સામે આવી છે. માલવીયા નગરના કોન્સ્ટેબલ રામ વાંકે તેના મિત્ર અજય બોરીચા સાથે મળીને ચિરાગ શિયાણીને માર માર્યો હતો. ચિરાગના જણાવ્યાં પ્રમાણે કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં હતો. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ સોની વેપારીને માર મારવા મામલે કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાન્ચમાંથી મલાવીયા નગર પોલીસ મથકમાં બદલી કરવામાં આવી હતી. આ મામલે ચિરાગ શિયાણીએ આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ ભક્તિ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here