Saturday, April 20, 2024
Homeરાજકોટમાં જમીન વિવાદ મામલે મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
Array

રાજકોટમાં જમીન વિવાદ મામલે મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

- Advertisement -

રાજકોટ: જમીન વિવાદ મામલે આયકર વિભાગની ઓફિલમાં ગંગાબેન અને તેના પુત્રએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે બંનેની અટકાયત કરી છે. રિક્ષામાં આવેલા ગંગાબેન અને તેનો દિકરો સુરેશ ભાઈએ આયકર વિભાગની કચેરીની બહાર પોતાના પર 2 ડબલા કેરોસિન રેડી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થળ પર હાજર પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવી બંનેની અટકાયત કરી હતી. મહત્વનું છે કે જમીન વિવાદને લઈને આત્મવિલોપન કરવા ગંગા રાઠોળ નામની મહિલા આવવાની હોવાના મેસેજ મળતાં જ આયકર વિભાગ ખાતે એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાય ગયો હતો.

એક મહિના પહેલા માતા અને પુત્ર ઇન્કમટેક્સ કચેરીએ આવ્યા હતાં અને જમીન આપવાની માંગણી કરી હતી. જેથી આયકર વિભાગના અધિકારીઓએ સરકારી વિભાગમાં જવા માટે કહ્યું હતું. સરકારી નિયમોથી અજાણ અને કોઈની દોરવણીમાં આવેલા માતા અને પુત્રએ 17 તારીખે આત્મવિલોપન કરવાની જાહેરાત કરી હતી અને ઓડિટ શાખાના આસિસ્ટન્ટ કમિશનર કરશન અજુગિયા સામે 6 એકર જમીન પચાવી પાડવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને આજે વહેલી સવારથી જ આયકર વિભાગની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેવા માતા અને પુત્ર રિક્ષામાંથી નીચે ઉતર્યા તરત જ હાથમાં રહેલા કેરોસિનના ડબલા પોતાના માથે રેડી દીધા હતા. પરંતુ સ્થળ પર હાજર પોલીસે બંનેના પ્રયાસને નિષ્ફળ બનાવી અટકાયત કરી હતી. હાલ પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular