રાજકોટમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા વધુ ત્રણ નકલી તબીબ ઝડપાયા

0
55

રાજકોટ: કુવાડવા પોલીસે બુધવારે સાંજે બે સ્થળો પર દરોડા પાડી બે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. આણંદપર બાઘીમાં લાલજી ઉર્ફે મુળચંદ જમનભાઇ ચૌહાણ અને નવાગામ આણંદપરમાંથી વિજય કાંતિભાઇ જોટાંગીયા નામના બંને ડોક્ટર ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હતા. તેમજ એસઓજીએ મનહરપુર ગામ-1માંથી પ્રકાશ પ્રભાશંકર વ્યાસને પકડી પાડ્યો છે.

લાલજીએ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે  અને જામનગરમાં કમ્પાઉન્ડર તરીકે હોસ્પિટલમાં નોકરી કરતો હતો. બાદમાં છેલ્લા એક વર્ષથી ડિગ્રી વગર ક્લિનક ચલાવતો હોવાનું કબૂલ્યું હતું. તેની પાસેથી પોલીસે દવા, ઇન્જેક્શન સહિતની સામગ્રી કબ્જે કરી છે. તેમજ વિજય પણ ડિગ્રી વગર દિયા ક્લિનક નામે દવાખાનું ચલાવતો હતો અને તેની પાસેથી દવા, ઇન્જેક્શન સહિતની સામગ્રી કબ્જે કરી છે.

એસઓજીએ પકડી પાડેલ પ્રકાશ મનહરપુર ગામ-1માં રામજીમંદિરની બાજુમાં આવેલા મુકેશભાઇ સખિયાના મકાનમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. તેમની પાસેથી હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન સહિતની સામગ્રી સાથે ધરપકડ કરી છે. પોલીસે આઇપીસી 419, મેડિકલ પ્રેક્ટીશનર એક્ટની કલમો હેઠળ ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here