Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં ધોરણ 10નો વિદ્યાર્થી બીજુ પેપર આપે તે પહેલા જ મોત નિપજ્યું
Array

રાજકોટમાં ધોરણ 10નો વિદ્યાર્થી બીજુ પેપર આપે તે પહેલા જ મોત નિપજ્યું

રાજકોટ:કોઠારિયા રોડ પર આવેલી કોઠારિયા કોલોનીમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીનું દાદરા પરથી પડી જવાથી મોત નિપજ્યું છે. મૃતક નમન રાજેશભાઈ પરમારનું આજે ધોરણ 10નું બીજુ પેપર હતું. ઘટનાની વિગત અનુસાર નમન સાંજે દાદરા ચડી રહ્યો હતો. ત્યારે પગ લપસી જતાં નીચે પટકાયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે મૃતક નમને ધોરણ 10નું એક પેપર આપ્યું હતું અને આજે તેનું બીજુ પેપર હતું. ત્યારે સાંજના સમયે પોતાના રૂમમાં જતો હતો. ત્યારે અકસ્માતે દાદરા પરથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments