Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં નળ ખોલ્યો ને દેશી દારૂ આવ્યો, મનપાએ અંતે લાઇન રિપેર કરી
Array

રાજકોટમાં નળ ખોલ્યો ને દેશી દારૂ આવ્યો, મનપાએ અંતે લાઇન રિપેર કરી

રાજકોટ:શહેરમાં વોર્ડ નં.13માં આવેલા આંબેડકરનગરમાં રહેતા લોકોએ જ્યારે નળ ખોલ્યો તો તેમાં દેશીદારૂ આવતા તે ચોંકી ગયા હતા. પાણીની પાઇપલાઇન સડી ગઇ હોવાથી તે સ્થળ પાસે જ કોઇ દેશીદારૂનો ધંધો કરતા શખ્સો આથો ફેંકી ગયા હોવાથી નળમાં પાણીની સાથે દેશીદારૂ આવ્યો હતો. બાદમાં આ લાઇન રિપેર કરાઈ હતી.

પીવાના પાણીની સાથે દેશીદારૂ આવતો તપાસ કરતા મનપાની વર્ષો જૂની પાણીની લાઇન સડી ગઇ હોવાથી લીકેજ થઇ હતી. આ લીકેજ જે સ્થળ પર હતું ત્યાં જ કોઇ દેશીદારૂનો આથો ફેંકી ગયું હોવાથી આ દેશીદારૂ નળમાં આવી જતા લોકો ચોંકી ઉઠ્યા હતા. અંતે મનપાની ટીમે આ લાઇન રિપેર કરી હતી.

શહેરના છેવાડાનો વિસ્તાર આજી ડેમ પાસે આવેલા માંડાડુંગર આસપાસ અનેક નવી સોસાયટીઓ બની છે, પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધા નહીં હોવાથી ત્યાં રહેતા લોકો પરેશાન છે. બુધવારે મહાનગરપાલિકામાં માધવ વાટિકામાં રહેતા લોકોનું ટોળું પાણી આપવાની માગ સાથે આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments