Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં પતંગના દોરાથી બે બાઇક સવાર યુવાનના ગળામાં ગંભીર ઇજા પહોંચી
Array

રાજકોટમાં પતંગના દોરાથી બે બાઇક સવાર યુવાનના ગળામાં ગંભીર ઇજા પહોંચી

રાજકોટ: ઉત્તરાયણના પર્વને લઇને શહેરભરમાં ઠેર ઠેર અગાશી પર લોકો પતંગ ચગાવવા સવારથી ચડી ગયા છે. કાપ્યો છેના શોર સાથે લોકો પર્વનો આનંદ ઉઠાવી રહ્યા છે. પરંતુ કાલાવડ રોડ પર બાઇક પર પસાર થતા રીબડાના મેહુલસિંહ જાડેજાને મછલીવડ ગામના ગિરિરાજસિંહ જાડેજાના ગળામાં પતંગનો દોરો ફસાતા ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

દોરીથી ઘાયલ થયેલા બંને યુવાનો સિટી બસમા નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી નાના વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. ત્યારે સરકારનો અનુરોધ છે કે ઉતરાયણના પર્વ દરમિયાન નાના વાહનચાલકોએ પોતાના રક્ષણ માટે હેલ્મેટ અથવા ગળાની રક્ષા થઈ શકે તેવા સલામતીના સાધનો સાથે નીકળવું જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments