Tuesday, September 28, 2021
Homeરાજકોટમાં પબજી ગેઇમ રમતા 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
Array

રાજકોટમાં પબજી ગેઇમ રમતા 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી અલગ-અલગ સ્થળોએ જેવા કે શાળા-કોલેજના ગ્રાઉન્ડ તેમજ જાહેર બગીચાઓ તથા પાનની દુકાને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે પબજી ગેઈમ રમતાં સાત જેટલા શખ્સોની ધરપકડ કરી છે.

તાલુકા પોલીસે આત્મીય કોલેજ પાસે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન પબજી ગેઈમ રમતાં જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા નિલ કિરીટ અઘેરા, જામખંભાળિયાના યોગેશ્વરનગર, મધુરમ સોસાયટીના વતની અને હાલ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા હનિર્સ શૈલેષભાઈ પંચાલ, નાનામવા રોડ પર આંબેડકરનગરમાં રહેતા કલ્પેશ કિશોર રાઠોડ, જામજોધપુરના વતની અને રાજકોટ અભ્યાસ કરતાં હરકિશન દેવશીભાઈ બાંગરોટિયા, માધવ કિરણ વ્યાસ અને બીગબજાર પાછળ, જાગનાથ ચોક પાસેથી ગુલાબવિહારમાં રહેતા યશ ચિતરંજન જોશીની ધરપકડ ધરપકડ કરી રૂા.7,500ના મોબાઈલ કબ્જે કર્યા હતા.
બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે નેપ્ચ્યુન ટાવર પાસેથી સટ્ટાબજાર નજીક ભીડભંજન શેરી નં.8માં રહેતા કેતન પ્રભુદાસ મુલીયાને પબજી ગેઈમ રમતાં ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ પોલીસ આગામી દિવસોમાં પબજી અને મોમો ગેઈમ રમનારાઓ પર તવાઈ બોલાવશે. હાલ બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યારે પરીક્ષાને ધ્યાને લઈ પોલીસ કમિશનરે આ ગેઈમ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં યુવાનોમાં આ ગેઈમનું વળગણ વધી રહ્યું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments