રાજકોટમાં પરિવાર લગ્નપ્રસંગમાં ગયો અને તસ્કરોએ બંધ મકાનમાંથી 3 લાખની ચોરી કરી

0
34

રાજકોટ: શહેરના કેવડાવાડીમાં રહેતા અને ઓછાડ-ચાદરના ધંધાર્થી લોહાણા પરિવાર બે દિવસ માટે લગ્નપ્રસંગમાં ગયો હતો. પાછળથી બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ત્રણ લાખની મત્તા ચોરી ગયા હતા. આ અંગે લોહાણા વેપારીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કેવડાવાડી-12માં રહેતા શશીકાંતભાઇ પરષોત્તમભાઇ કાનાણી તથા તેમના પરિવારના સભ્યો 25મીની રાત્રે નવેક વાગ્યે ઘરને બંધ કરી મોરબી લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેમના નીચેના મકાનમાં ભાડૂઆત તરીકે રહેતાં મહેશભાઇ પણ પ્રસંગમાં બહારગામ ગયા હતાં. શશીકાંતભાઇ અને ઘરના સભ્યો પરત રાજકોટ આવ્યા ત્યારે ડેલી ખુલેલી હાલતમાં જોવા મળી હતી. તેમજ ભાડૂઆતના બારણાનું તાળુ પણ તૂટેલું હતું. ઉપર જઇને જોતાં તેમના મકાનના તાળા પણ તૂટેલા હતા. કબાટ આડો પાડી દેવાયો હતો. તેમાંથી રૂ. બે લાખ રોકડા અને 1 લાખની સોનાની વીંટી મળી કુલ રૂ. 3 લાખની મત્તા ગાયબ હતી.

તસ્કરો સામેના મકાનના સીસીટીવીમાં કેદ થયા

તસ્કરો બે દિવસ બંધ રહેલા મકાનને નિશાન બનાવી હાથફેરો કરી ગયા હતાં. સામેના એક મકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં રાત્રીના સાડા ત્રણેક વાગ્યે બે બુકાનીધારી શખ્સ અંદર પ્રવેશતા અને એકાદ કલાક બાદ બહાર નીકળતાં દેખાયા હતા. આ ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here