Friday, March 29, 2024
Homeરાજકોટમાં પોલીસે શાળા-કોલેજો બહાર એક દિવસમાં 825 કેસ નોંધી 84,800નો દંડ વસૂલ્યો
Array

રાજકોટમાં પોલીસે શાળા-કોલેજો બહાર એક દિવસમાં 825 કેસ નોંધી 84,800નો દંડ વસૂલ્યો

- Advertisement -

રાજકોટ: અમદાવાદ બાદ રાજકોટમાં પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત થઈ ગયું છે. ટ્રાફિક પોલીસે શાળા-કોલેજો બહાર એક દિવસમાં જ 825 કેસ નોંધી 84,800 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. પોલીસ કમિશનર અને સંયુકત પોલીસ કમિશનરે ટ્રાફિક શાખાના અધિકારીઓને હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા આદેશ આપ્યો હતો. જેથી આજે સવારથી જ ચૂસ્ત અમલ કરાવવા ઝુંબેશ હાથ ધરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી અને ટ્રાફિક બ્રાંચના ACP જે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક બ્રાંચના PSI સહિતનો સ્ટાફ આજે હેલ્મેટની ઝુંબેશમાં જોડાયો હતો. શહેરનાં યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજ, આત્મીય કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ ચોક, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ચોક, ધોળકિયા સ્કૂલ, મોદી સ્કૂલ તેમજ પી.ડી.માલવિયા કોલેજ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટની ઝુંબેશ હાથ ધરી બપોર સુધીમાં 825 કેસ કરી રૂપિયા 84,800નો દંડ વસૂલ્યો હતો. પોલીસે આ ઝુંબેશમાં સરકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular