Monday, October 18, 2021
Homeરાજકોટમાં પોલીસે 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની ધરપકડ કરી
Array

રાજકોટમાં પોલીસે 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની ધરપકડ કરી

રાજકોટ:જંગલેશ્વર વિસ્તારમાંથી ગૌરક્ષા ટીમની મદદથી પોલીસે 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. ઝડપાયેલ શખ્સ દર મંગળવારે ગૌમાંસ મંગાવી પરપ્રાંતીયોને વેચી નાખતો હોવાની વિગતો મળી છે, જ્યારે પોલીસે આટલી માત્રામાં તેની પાસેથી ગૌમાંસ ક્યાંથી આવ્યું અને કોણે સપ્લાય કર્યું તે અંગે તપાસ હાથ ધરી છે.

FSLમાં ગૌમાંસ હોવાનું સામે આવ્યું:ગૌરક્ષાદળ ગુજરાતની રાજકોટની ટીમને ગૌમાંસની બાતમી મળતા ભક્તિનગર પોલીસને જાણ કરી હતી અને વહેલી સવારે ગૌરક્ષકો અને પોલીસ સ્ટાફ જંગલેશ્વર શેરી નં.27ના ખૂણે આવેલી મટનની દુકાને પહોંચ્યા હતા. દુકાન ખોલાવીને તપાસ કરતા ખૂણામાં પાણી માટે બનાવેલી કુંડીમાંથી માંસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી દુકાનના માલિક જુમા મામદ માંડવિયા(ખાટકી)ને પૂછતા તેણે પાડાનું માંસ હોવાનું રટણ કર્યું હતું. જેથી પોલીસે તુરંત એફએસએલમાં જાણ કરતા ગૌમાંસ ટેસ્ટિંગ વાન પહોંચી હતી. જેણે ટેસ્ટ કરીને ગૌમાંસ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ આવતાં જ પોલીસે જુમા મામદ માંડવિયા વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આરોપી ઘણા સમયથી ગૌમાંસનો ધંધો કરતો હતો અને સૌથી મોટી ઘરાકી પરપ્રાંતીયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી:પરપ્રાંતીય શ્રમિકોને બુધવારે રજા હોય છે એટલે આરોપી મંગળવારે જ ગૌમાંસનો જથ્થો લઇ આવતો હતો. પરપ્રાંતીયો મંગળવારે રાત્રે જ બીફ લેવા માટે પહોંચી જતા હતા અને મંગળવારે રાત્રે તેમજ બુધવારે બપોરે બીફની મિજબાની કરતા હતા. આ બે દિવસમાં જ 70થી 80 કિલો ગૌમાંસ વેચાઈ જતું હતું. પરપ્રાંતીયોની બીફની આ ઊંચી માગને પહોંચી વળવા માટે આ ધંધો શરૂ કરાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જુમો કોઇ શખ્સ પાસેથી ગૌમાંસ મગાવીને છૂટક વેચતો હતો તેથી આ માંસ ક્યાંથી આવ્યું તે માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments