Friday, December 3, 2021
Homeરાજકોટમાં બર્ડ શો યોજાયો, 400થી વધુ પ્રકારના અવાજ કાઢતો ગ્રે પેરોટ આકર્ષણનું...
Array

રાજકોટમાં બર્ડ શો યોજાયો, 400થી વધુ પ્રકારના અવાજ કાઢતો ગ્રે પેરોટ આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ:  બાલભવન અને ચિલ્ડ્રન ક્લબ તથા સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટ્સ બ્રીડર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા રાજકોટના બાલભવનમાં બર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35થી વધુ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં 400 પ્રકારના અવાજ કાઢતો ગ્રે પેરોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બર્ડ શોમાં સમગ્ર ગુજરાતમાંથી રંગબેરંગી પક્ષીઓ જોવા મળ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, બ્રાઝીલ, યુરોપ, સિંગાપુર અને અમેરિકાના પક્ષીઓ પણ જોવા મળ્યા હતા.

બર્ડ શોમાં હેન્ડ ટેમ બર્ડ, ટોકિંગ એન્ડ ટેમ જે માણસ જેવા વિવિધ અવાજો કાઢે છે. ગ્રે પેરોટ 400થી વધુ પ્રકારના અવાજ કાઢે છે તે પણ જોવા મળ્યા હતા. તેમજ ઝીબ્રા ચકલી, નાની-મોટી મેકાઉ, આફ્રિકન ગ્રે, કોકેટીલ્સ, બજરીગર, લવબર્ડ, કનુર, એમોઝોન પેરોટ, કાકાટુ જેવા વિવિધ 35થી વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા હતા. તેમજ દેશ-વિદેશના કબૂતરો પણ જોવા મળ્યા હતા. બર્ડ શોમાં વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ પણ જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments