Sunday, October 24, 2021
Homeરાજકોટમાં બાઇક અથડાવી રોક્યા બાદ યુવકની છરીના ઘા મારી હત્યા, ઘટના CCTVમાં...
Array

રાજકોટમાં બાઇક અથડાવી રોક્યા બાદ યુવકની છરીના ઘા મારી હત્યા, ઘટના CCTVમાં કેદ

રાજકોટ: રાજકોટના રવિરત્ન પાર્કમાં બાઇક અથડાવી રોક્યા બાદ અજાણ્યા શખ્સે હરેશ માધવજીભાઇ મકવાણા (ઉ.45) નામના યુવકને છરીના ઘા મારી હત્યા કરી હતી. છરીના ઘાથી યુવકના આંતરડા પણ બહાર નીકળી ગયા હતા. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. સીસીટીવીમાં બનાવ કેદ થતા પોલીસે આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

સીસીટીવીમાં બે બાઇક અથડાતા સ્લીપ થઇને કોઇના ઘર પાસે આવી ચડે છે. બાદમાં એક શખ્સ યુવકને ઉપરાછાપરી છરીના ઘા મારવા લાગે છે તેવું દેખાય છે. હરેશભાઇ રવિરત્ન પાર્કમાં સદગુરૂ કોલોનીમાં જ રહે છે. તેમનું વાહન આરોપીના વાહન સાથે અથડાયું હતું. પરંતુ આ ઘટનામાં અન્ય કારણ પણ જવાબદાર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા 36 કલાકમાં આ બીજી હત્યાની ઘટના બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments