રાજકોટમાં બ્રહ્મસમાજની વાડીના મહામંત્રીએ મજબૂરીનો લાભ લઇ પટાવાળી સાથે 10 વાર દુષ્કર્મ આચર્યું

0
28

રાજકોટ: શહેરના કાશી વિશ્વનાથ પ્લોટમાં આવેલી શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડીમાં બે વર્ષથી પટ્ટાવાળા તરીકે નોકરી કરતી મહિલાને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી મહામંત્રી મનિષ અરવિંદભાઇ ત્રિવેદીએ જ્ઞાતિની વાડીના રૂમમાં નવ-દસ વખત બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. 2017થી મહિલાનું શોષણ થતું હતું, છેલ્લે 25 જાન્યુઆરીએએ મનિષ આ મહિલાને કોઇ નથી આવી જા કહી રૂમમાં લઇ ગયો અને બંને નિર્વસ્ત્ર થયા ત્યાં જ મહિલાનો પતિ આવી જતાં સમગ્ર મામલો મહિલા પોલીસ મથક સુધી પહોંચતા બળાત્કારનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પતિનું એક્સિડન્ટ થતા આર્થિક સ્થિતિ નબળી બની ગઇ હતી

ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પતિ-સંતાનો સાથે રહે છે અને બે વર્ષથી શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડીમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. બોર્ડિંગના ટ્રસ્ટીઓ તરફથી રૂ. પાંચ હજાર પગાર આપવામાં આવે છે. નોકરીનો સમય સવારે દસથી એક અને સાંજે પાંચથી આઠ સુધીનો છે. નવેમ્બર 2017માં મહિલાના પતિને અકસ્માત નડતાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતાં. એ વખતે આર્થિક હાલત ખુબ ખરાબ થઇ ગઇ હતી. ત્યારે શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડીના ટ્રસ્ટી, હોદ્દેદારો પતિની ખબર કાઢવા આવ્યા હતાં.

મહિલા કોઇને વાત પણ કરી શકતી નહોતી

બાદમાં વાડીના મહામંત્રી મનિષ ત્રિવેદીએ એકલતાનો લાભ લઇને કહેલુ કે ‘જો તું મને શરીર સુખ માણવા નહીં દે તો તને નોકરીમાંથી કાઢી મુકીશ’. આવી વાતથી મહિલા હેબતાઇ ગઇ હતી અને કંઇ બોલી શકી નહોતી. એ પછી મનિષ જબરદસ્તીથી હાથ પકડી બોર્ડિંગના નીચેના રૂમમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણે અવાર-નવાર શરીર સુખ તો માણવા જ દેવું પડશે નહીંતર નોકરીમાંથી કઢાવી નાંખીશ તેવી ધમકી આપી હતી. આર્થિક સ્થિતિ નબળી હોય અને પતિનો  દવાનો ખર્ચ કાઢવાનો હોય પોતે મુંજવણમાં મુકાઇ ગઇ હતી. કોઇને વાત પણ કરી શકી નહોતી. બીજી તરફ મનિષે મજબૂરીનો લાભ લઇ નવ-દસ વખત ઇચ્છા વિરૂદ્ધ શરીર સુખ માણી લીધું હતું.

મહિલાનો પતિ બંનેને નિર્વસ્ત્ર જોઇ જતાં બંનેને ઝાપટ મારી હતી

25 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યે આ મહિલા પોતાની નોકરીએ જતાં મનિષ ત્રિવેદી અત્યારે કોઇ નથી, તું અંદર આવી જા, સેક્સ કરવું છે’ તેમ કહી રૂમ અંદર ખેંચી ગયો હતો. બંને નિર્વસ્ત્ર હતાં ત્યાં જ આ મહિલાનો પતિ આવી ગયો હતો. તે આ રીતે બંનેને જોઇ જતાં બંનેને એક એક ઝાપટ મારી હતી. બાદમાં મનિષ મહિલાના પતિ પાસે માફી માંગવા માંડ્યો હતો અને કપડા પહેરીને ભાગી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here