રાજકોટમાં ભરતી કૌભાંડ મુદ્દે રજૂઆત માટે આવેલા ઉમેદવારોને MDએ 3 કલાક બેસાડી રાખ્યા

0
52

રાજકોટ: પીજીવીસીએલ દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની પરીક્ષામાં વીજકંપનીના જ અધિકારીઓએ તેના મળતિયાઓને ગોઠવી દીધાનું કૌભાંડ બહાર આવ્યા બાદ બુધવારે આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં રાજકોટ ઉપરાંત જામનગર અને ગોંડલથી ભોગ બનનાર ઉમેદવારો પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસે રજૂઆત કરવા અને ગેરરીતિનો જવાબ માગવા પહોંચ્યા હતા, પરંતુ વીજકંપનીના ખુલ્લા પડી ગયેલા ભરતી કૌભાંડમાં હવે મેનેજિંગ ડિરેક્ટર સહિતના ટોચના અધિકારીઓ ભીનું સંકેલવામાં લાગી ગયા હોય તેમ આખો દિવસ બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો અને રજૂઆત કરવા આવેલા ઉમેદવારોને 3 કલાક સુધી બેસાડી રાખ્યા હતા અને એમડીએ મળવાનો ઇનકાર કરી દઈને અન્ય અધિકારીને લેખિત રજૂઆત આપી દઈને તગેડી મુક્યા હતા.

ન્યાય આપવાને બદલે વીજકંપનીએ ભીનું સંકેલી લેવાના પ્રયાસો કર્યા

એમડીનું ઊંહું, કહ્યું ભરતી પ્રક્રિયા બરાબર થઇ છે

પીજીવીસીએલના ભરતી કૌભાંડના સમગ્ર પુરાવાઓ રજૂ કરવા છતાં હજુ પણ મેનેજિંગ ડિરેક્ટર ભાવિન પંડ્યા ભરતી પ્રક્રિયા બરાબર થઇ હોવાની કેસેટ વગાડી રહ્યા છે. બીજી બાજુ જો ભરતી પ્રક્રિયા નિયમ મુજબ થઇ હોય તો ભોગ બનનારને પરીક્ષા સંબંધિત તમામ બાબતો શા માટે આપતા નથી, શા માટે મળતા નથી, તેવો  આક્ષેપ પણ ઉમેદવારોએ કર્યો છે.

આ રહ્યા શંકા ઉપજાવતા મુદ્દાઓ
 • હજુ સુધી ઓર્ડર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું નથી
 • ભોગ બનનાર પરીક્ષાર્થીઓને મોટકા જયદેવભાઈના પરિણામ પર શંકા છે
 • મોટકા જયદેવભાઈનું પરિણામ બે-બે વખત સુધારી 72 માર્કના મેરિટ સુધી પહોંચાડ્યો.
 •  મેરિટ નંબરમાં અલગથી 207-A શા માટે લખાયું છે
 •  મોટકા જયદેવભાઈના થિયરી અને પ્રેક્ટિકલ બંને માર્ક સુધારવા પડ્યા
 •  માત્ર ઓર્ડર નીકળ્યા એને જ જાણ કરાઈ, બાકીના અંધારામાં રહ્યા
 •  પરીક્ષા લીધાના 10 મહિના સુધી સુધારા થતા રહ્યા
 •  આટલા ઉમેદવારોમાં મોટકા જયદેવભાઈના પરિણામમાં જ ફેરફાર થયા.
  મેરિટ નં.207-Aનો ઓર્ડર સ્થગિત કરવા માગણી

  બુધવારે પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસે આક્રોશભેર રજૂઆત કરવા આવેલા ઉમેદવારોએ રોષ ઠાલવતા વીજકંપનીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અમારી માગણીઓ કાયદાકીય રીતે ન સુધારાય ત્યાં સુધી મેરિટ નંબર 207-Aનો ઓર્ડર સ્થગિત કરવામાં આવે. મેરિટ લિસ્ટ જાહેર કર્યા વિના સુધારા કરવા સામે કમિટી બનાવી તપાસ કરાવો અને ગુજરાત વિદ્યુત બોર્ડના નિયમ મુજબ ભરતી કરવા માગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here